GSTV

ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોનું સૌથી મોટું ઓપરેશન, 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ

Last Updated on August 4, 2021 by Dhruv Brahmbhatt

રાજ્યમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. વાપી-વલસાડ ખાતેથી 4.5 કિલો MD ડ્રગ્સ સાથે 2 આરોપીઓની ધરપકડ કરાઇ છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત આટલી મોટી માત્રામાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 20 કલાક જેટલું આ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. જે દરમ્યાન 85 લાખ રોકડ રકમ પણ મળી આવી.

લોકલ માર્કેટમાં આ MD ડ્રગ્સની કિંમત ખૂબ વધારે

પોલીસે બે માસ્ટર માઈન્ડ પ્રકાશ પટેલ અને સોનું નિવાસની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે પ્રકાશ ડ્રગ્સ બનાવતો હતો અને સોનું રામ માર્કેટિંગ કરતો હતો. અત્રે મહત્વનું છે કે, લોકલ માર્કેટમાં આ MD ડ્રગ્સની કિંમત ખૂબ વધારે છે. આ કેસ બાદ MD ડ્રગ્સની આખી લાઈન પકડાઈ શકે છે.

પલસાણાના સાકી ગામે કરોડોનો ગાંજો પકડાયો હતો

ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસ અગાઉ પણ સુરત પલસાણાના સાકી ગામેથી સવા કરોડ જેટલા કિંમતનો ગાંજો પકડાયો હતો. અહીં આવેલા શ્રી રેસિડન્સીના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 204 માંથી 1142 કિલો ગાંજો મળી આવ્યો હતો. ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું હતું.

(આરોપી સાહિદ કાસમ સુમરા)

175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઇ હતી

તદુપરાંત અગાઉ 175 કરોડના હેરોઈન ડ્રગ્સ મામલે મુખ્ય આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સાહિદ કાસમ દુબઈથી દિલ્હી એરપોર્ટ ઉતરતા જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ પહેલાં 5 પાકિસ્તાની નાગરીકો ઝડપાયા હતાં. તેમને મધદરિયે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે ઝડપી પાડ્યાં હતાં.

READ ALSO

Related posts

વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

વિકાસ / ગુજરાતને મળશે વિશ્વનો સૌથી મોટો દિલ્હી મુંબઈ ગ્રીન હાઇવે, વડોદરાથી મુંબઈ પહોંચશે માત્ર 3 કલાકમાં

Pritesh Mehta

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!