GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

છેડતી મામલે બન્ને મુનિઓને કોર્ટમાં કરાયા રજુ, નાર્કો એનાલિસીસ કરાશે

ઈડરના પાવાપુરી જલમંદિરમાં વ્યભિચારના કેસમાં સંડોવાયેલા બન્ને સાધુને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.  આ ઉપરાંત બંને જૈન સાધુના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બન્ને સાધુની અટકાયત બાદ ગાઈડલાઈન મુજબ તેમના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જૈન સાધુ વિરૂદ્ધ વ્યભીચારની ફરિયાદ નોંધવામાં આવ્યા બાદ વધુ એક મહિલાએ જૈનમુની પર છેડતીનો આરોપ લગાવ્યો છે.

બન્ને આરોપીના નાર્કો એનાલિસીસ કરાશે

75 વર્ષની વૃદ્ધાએ નિવેદનમાં જણાવ્યુ કે, સાત આઠ વર્ષ પહેલા એકલતાનો લાભ લઈને છેડતી કરી હતી. મહિલાના નિવેદન બાદ જૈનમુની સામે લોકોનો રોષ ભભુકી ઉઠ્યો છે. શનિવારે જૈનમુની વ્યભીચાર મામલે પોલીસ દ્વારા બે જૈનમુનીની ધરપકડ કરવામાં આવી હતી.. બન્ને મુનીની તબીયત સારી ન હોવાથી તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો.  અને આજે કોર્ટમાં તેમને રજૂ કરી રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરવામાં  આવી છે.

બે મુનિઓના દુષ્કૃત્યો બાદ હવે નવા નવા ખુલાસા  આવ્યા સામે

સાબરકાંઠા જિલ્લામાં ચકચારી મચાવનાર ઇડર પાવાપુરી જલમંદિરના બે મુનિઓના દુષ્કૃત્યો બાદ હવે નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. હજુ અન્ય  ચારથી પાંચ ભોગ બનનાર મહિલાઓ સીધી પોલીસના સંપર્કમાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ છે.  એસપી ચૈતન્ય માંડલિકે  આ મામલે જણાવ્યુ હતુ કે, બન્ને આરોપીના નાર્કો એનાલિસીસ કરાશે. જરૂર પડશે તો ડીએનએ ટેસ્ટ કરાશે જૈન સાધુનો વેશ ઉતારી સમાન્ય કપડા પહેરાવવાની માંગ કરવામાં આવી છે. જે અંગે પોલીસ કઈ કરી શકે નહી..

READ ALSO

Related posts

સુશાંતના નિધન બાદ પહેલી વખત અંકિતા લોખંડેએ પોસ્ટ કરી આ ખાસ તસ્વીર, વાંચો શું લખ્યું

Arohi

આંધ્રપ્રદેશનાં વિઝાગ ખાતે આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ધમાકાના પ્રચંડ અવાજો દુર દુર સુધી સંભળાયા

pratik shah

PFના રૂપિયા ક્લેમ કરતી વખતે આ બે બાબતો ચેક કરવી છે ખૂબ જ જરૂરી, નહીંતર ફસાઇ જશે આખુ ફંડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!