GSTV
Home » News » આસારામનો દીકરો નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, પિતા બાદ દીકરો ભરાયો

આસારામનો દીકરો નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, પિતા બાદ દીકરો ભરાયો

સુરતની સેશન્સ કોર્ટે ઝાટકો આપતા નારાયણ સાંઈને દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટમાં નારાયણ સાંઈના મોઢા પર જાણે કોઈ ગંભીરતા જોવા મળતી ન હતી. નારાયણ સાંઇના સમર્થકોએ આરોપ લગાવ્યો કે પૈસાના જોરે આ કેસ ઉપજાવી નાખવામાં આવ્યો છે. હવે નારાયણ સાંઈને 30 તારીખે સજા સંભળાવાશે. કોર્ટના ચૂકાદા બાદ સાંઈ સ્તબ્ધ થઈ ગયા અને તેમના સમર્થકોમાં પણ નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. તો બીજી તરફ નારાયણ સાંઈને 10 વર્ષની સજા થઈ શકે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. જણાવી દઈએ કે કોર્ટે પોલીસે 30 ટીમો બનાવી તેને નારાયણ સાંઇની શોધખોળ કરી ઝડપી લીધો હતો

વર્ષ 2013 માં છઠ્ઠી ઓક્ટોબર ના દિવસે સુરતની બે બહેનો દ્વારા નારાયણ સાઈ અને આશારામ વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવવામ આવી હતી. જ્યાં બાદમાં નાની બહેનની ફરીયાદના આધારે સુરતની જહાંગીરપુરા પોલીસે પુરાવાના આધિને નારાયણ સાઈ સામે દુષ્કર્મ નો ગુનો નોંધ્યો હતો.

  • સુરતની સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો
  • સાધ્વી સાથે દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર
  • નારાયણ સાંઈને 30 તારીખે સજા સંભળાવાશે
  • કોર્ટના ચૂકાદા બાદ સાંઈ સ્તબ્ધ થઈ ગયા
  • સાધિકા ગંગાને કસ્ટડીમાં લેવાઈ
  • 10 વર્ષની સજા થઈ શકે તેવી સંભાવના
  • નારાયણ સાંઈ સહિત અન્ય આરોપીઓ પણ કોર્ટમાં હાજર

આ કેસ નોંધાયા બાદ નારાયણ સાઈ પોતાના સાધકો સાથે ફરાર થઈ ગયો હતો અને 58 દિવસ બાદ પોલીસ પકડમાં આવ્યો હતો.સમગ્ર કેસમાં કુલ 3000 પાનાંના દસ્તાવેજની ચકાસણી પણ કરી દેવામાં આવી છે. આ સાથે ફરિયાદી પક્ષ તરફથી 53 અને બચાવપક્ષ તરફથી કુલ 12 સાક્ષીઓની તપાસ અને ઉલટતપાસ પણ કરી દેવામાં આવી છે. ત્યારે બંને વકીલોની દલીલો પણ પૂર્ણ થઈ ચૂકી છે અને કોર્ટ હવે ચુકાદો આપે તેના પર સૌ કોઈની નજર છે.

READ ALSO

Related posts

લોકસભા ચૂંટણી બાદ અનેક સમીકરણો: અમિત શાહને Dy.PM બનાવાશે કે પછી ગૃહ કે રક્ષા મંત્રી બનાવાશે?

Riyaz Parmar

લોકસભા 2019: આ દિગ્ગજ નેતાઓ માત્ર હાર્યા નથી,પરંતુ થયા ઘરભેગા

Riyaz Parmar

દેશની સૌથી હોટ સીટમાં સામેલ આ બેઠક પર દર 21 વર્ષે થાય છે કોંગ્રેસની હાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!