પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો એટલે નરાધમે 3 વર્ષની દિકરી પર રેપ કર્યો

ગુડગાંવના સરસ્વતી એનક્લેવ કોલોનીમાં 3 વર્ષની બાળકી પર થયેલા રેપ આરોપમાં પોલીસે તેના પિતાની ધરપકડ કરી છે. બાળકીને ગંભીર સ્થિતિમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી છે, પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ પણ દાખલ કર્યો છે.

પોલીસને મળેલ માહિતી અનુસાર આ પરિવાર યુપીનાં કાસગંજમાં રહેતો હતો. અને અત્યારે અહીં ગુડગાવમાં રહે છે. ઘરમાં પત્ની અને બે બાળકીઓ છે. તેમાં એક એક વર્ષની અને બીજી 3 વર્ષની છે. બુધવારે રાત્રે પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. કહેવામાં આવે છે કે પતિએ પત્નીને ખુબ મારી એટલે ગુસ્સે થઈને સ્ત્રી બાજુની કોલોનીમાં જતી રહી.

પરંતુ આ સમયે તે મહિલા 1 વર્ષની છોકરીને સાથે લઇ ગઈ અને 3 વર્ષની છોકરીને ત્યાં ઘરે જ છોડીને જતી રહી. આરોપ છે કે ઘરમાં રહેલ ત્રણ વર્ષની દીકરી પર પિતાએ રેપ કર્યો. ગુરૂવારે જ્યારે સવારે 10 વાગ્યે મહિલા ઘરે આવી ત્યારે પતિ ઘરે ન હતો. અંદર જઈને તેણે જોયું કે 3 વર્ષની દિકરી ઘાયલ અવસ્થામાં પડી હતી. તેની આ સ્થિતિ જોઈ સ્ત્રી સમજી ગઈ કે દિકરી સાથે કંઈક ખોટું થયું છે. એટલે તેણે તરત જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગઈ. અહીં પ્રાથમિક સારવાર પછી તેને દિલ્હીની સફદરજંગ હોસ્પીટલમાં લઈ જવામાં આવી. હોસ્પીટલથી જ આ કેસ પોલીસ પાસે પહોંચ્યો હતો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter