GSTV
Ahmedabad Trending ગુજરાત

કેન્દ્ર-રાજ્યના મંત્રીઓ હાજરી આપશે ,નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષના ખાતમુહૂર્તને લઈ તૈયારીનો ધમધમાટ

અમદાવાદ શહેરના નારણપુરાના વરદાન ટાવર પાસે ૨૦.૩૯ એકર જમીનમાં ૬૩૧ કરોડથી વધુના ખર્ચથી ઓલમ્પિક કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષનું ખાતમૂહુર્ત ૨૯ મેના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરાશે.આ કાર્યક્રમમાં કેન્દ્ર ઉપરાંત રાજય સરકારના મંત્રીઓ ઉપરાંત અન્ય મહાનુભવો હાજરી આપશે.આ કાર્યક્રમ સંદર્ભમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ઉચ્ચ અધિકારીઓને વિવિધ કામગીરી સોંપાઈ છે.સોશિયલ મિડીયા ઉપર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.

નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસના ખાતમૂહુર્તને લઈ સ્ટેન્ડીંગ કમિટીમાં પણ દરખાસ્ત મંજુરી

રવિવારે નારણપુરા ખાતે સ્પોર્ટસ કોમ્પલેકસના ખાતમૂહુર્તને લઈ સ્ટેન્ડીંગ કમિટીમાં પણ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.આ કાર્યક્રમમાં અનેક મહાનુભવો હાજરી આપવાના હોવાથી  કરવાપાત્ર થતી તમામ કામગીરી ટેન્ડર કે કવોટેશન મંગાવ્યા સિવાય અનુભવી એજન્સીઓ પાસે કરાવવા મંજુરી માંગવામાં આવી છે.ખાતમૂહુર્તને લઈ ટૂંકી ફિલ્મ તૈયાર કરવામાં આવશે.ઉપરાંત આમંત્રિતો માટે ખાસ પ્રકારની બેઠક વ્યવસ્થા કરવા ઉપરાંત સોશિયલ મિડીયા ઉપર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરાશે.મંગળવારે મ્યુનિ.ભાજપના કોર્પોરેટરોની મળેલી મંગળવારી બેઠકમાં વોર્ડના ચાર કોર્પોરેટરો પ્રમાણે ચાર બસમાં વોર્ડમાંથી કાર્યક્રમના સ્થળ સુધી લોકોને પહોંચાડવા સુચના આપવામાં આવી છે.

AMC

કાર્યક્રમના સ્થળે અલ્પાહાર ઉપરાંત છાશ અને પીવાના પાણીની વ્યવસ્થા

કાર્યક્રમના સ્થળે અલ્પાહાર ઉપરાંત છાશ અને પીવાના પાણીની વ્યવસ્થા તંત્ર તરફથી કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહમંત્રીની ઝેડ પ્લસ સુરક્ષાને ધ્યાનમાં રાખી અમદાવાદ ફાયર વિભાગ દ્વારા વિશેષ બંદોબસ્ત કરવામાં આવશે.કાર્યક્રમના સ્થળે મંડપ,ડેકોરેશન, એલ.ઈ.ડી.લાઈટ ઉપરાંત સાઉન્ડ સિસ્ટમ સહિતની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.કાર્યક્રમના સ્થળે ગ્રીન રુમ અને વી.આઈ.પી.લોન્જમાં તમામ વ્યવસ્થા ઉભી કરવાની સાથે આરોગ્યલક્ષી વ્યવસ્થા પણ તંત્ર તરફથી કરવામાં આવશે.આવવા-જવાના સ્થળે સાઈનેજ પણ મુકવામાં આવશે.

READ ALSO

Related posts

પશુપાલકો આનંદો/ રાજકોટ ડેરીએ સતત પાંચમી વખત કિલો ફેટના ભાવ વધાર્યા, પ્રતિ લિટર રૂ।. 50થી 62 રૂપિયા કર્યા

pratikshah

નવો નિયમ/ કર્મચારીઓની બલ્લે-બલ્લે! હવે 1 વર્ષની નોકરી પર પણ મળશે ગ્રેચ્યુઇટી, સરકારે આપી જાણકારી

Bansari Gohel

સ્વાસ્થ્ય/ નાળિયેર પાણી પીયને મલાઈ ફેંકવાની ભૂલ ન કરતા, ફાયદા જાણી ચોકી જશો

Damini Patel
GSTV