GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

નાપાક પાક થોડું થોડું સુધર્યું, ભારતે ચોતરફથી એવું ભીંસમાં લીધુ કે બે આતંકી સંગઠન પર પ્રતિબંધ લગાવવો પડ્યો

આતંકવાદને લઈને ભારતની કડક કાર્યવાહીનાં કારણે નાપાક પાક હવે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ છે. ભારતે પાકિસ્તાનને એવું ભીંસમાં લીધુ કે હવે એને કાર્ય કરવા માટે મજબુર થવું પડ્યું છે. માટે આતંકી સંગઠનને બંધ કરવાનું ચાલુ કર્યું છે. પાકિસ્તાનના આંતરીક મંત્રાલયે મુંબઇ આતંકવાદી હુમલાના મેઈન હાફિઝ સઈદનાં બે અડ્ડા જમાત-ઉદ-દાવા અને તેના સંલગ્ન સંગઠન ફલહ-એ-ઇંસાનિયત ફાઉન્ડેશન પર આતંકવાદ વિરોધી કાયદો 1997 હેઠળ મંગળવારે પ્રતિબંધ મૂક્યો છે. એક ખ્યાતનામ હિન્દી સમાચાર એજન્સી આ માહિતી આપી છે.

અત્યાર સુધી પાકિસ્તાને આ બે આતંકવાદી સંગઠનોને માત્ર સર્વેલન્સ યાદીમાં રાખ્યા છે. આ સંગઠનોને જાન્યુઆરી 2017માં પણ મોનિટરિંગ યાદીમાં મૂકવામાં આવ્યા હતા. આ અગાઉ સોમવારે પાકિસ્તાન સરકારે વધુ એક શિગૂફો છોડીને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી) દ્વારા પ્રતિબંધિત સંગઠનોની સંપત્તિ કબજે કરી લેવાનો આદેશ સોંપી દીધો હતો.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલેએ સોમવારે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારે યુએનએસસી (યુએનએસસી) અધિનિયમ 1948 હેઠળ યુએનએસસી (પ્રોપર્ટી પર જપ્તી અને પ્રતિબંધ) ઓર્ડર, 2019 રજૂ કરી દીધો છે. તેનો હેતુ આતંકવાદીઓએ જમાવેલા સંગઠનો સામે સુરક્ષા કાઉન્સિલના પ્રતિબંધોને અમલમાં મૂકવાની પ્રક્રિયાને સરળ બનાવવો છે.

READ ALSO

Related posts

કોરોનાથી બચવું હોય તો માસ્ક પહેરવું ફરજિયાત, વાયરસનાં ટીપાં હવામાં આટલી ઊંચાઈ સુધી તરે છે

Bansari

પાકિસ્તાનને મોટો ઝટકો: વિદેશ પ્રધાન શાહ મેહમુદ કુરેશી થયા કોરોના વાયરસથી સંક્રમિત

Bansari

ધર્મ ચક્ર દિવસ પર PM મોદીની મહત્વની વાત, બૌદ્ધ ધર્મએ અહિંસા અને શાંતિનો આપ્યો સંદેશ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!