GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

22 વર્ષની આ ખેલાડી વિશ્વની સૌથી અમીર રમતવીર બની, સેરેનાને પણ પાછળ રાખી દીધી

અમેરિકાની સેરેના વિલિયમ્સ છેલ્લા ચાર વર્ષથી રમતગજતની સૌથી અમીર મહિલા રમતવીર હતી પરંતુ હવે તેનું સ્થાન જાપાનની 22 વર્ષીય નાઓમી ઓસાકાએ લઈ લીધું છે. ફોર્બ્સ મેગેઝિનની યાદી મુજબ જાપાનની આ ટેનિસ સ્ટારે ગયા વર્ષે એટલે કે છેલ્લા 12 મહિનામાં 3.74 કરોડ ડોલર એટલે કે લગભગ ત્રણ અબજ રૂપિયાની કમાણી કરી છે. બે વખત ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતનારી એશિયન સ્ટાર નાઓમી ઓસાકાએ આ મામલામાં તેની અમેરિકન હરીફ સેરેના વિલિયમ્સનું સ્થાન લઈ લીધું છે. છેલ્લા એક વર્ષમાં મેચ ફીની રકમ, જાહેરાતો અને પુરસ્કારની આવકમાં સેરેના વિલિયમ્સની આવક નાઓમી ઓસાકા કરતાં 14 લાખ ડોલર જેટલી ઓછી છે.

2015માં બે કરોડ 97 લાખ ડોલરની કમાણી કરી

જોકે આ બંને ખેલાડી સેરેના અને ઓસાકાએ ટેનિસજગતમાં સૌથી વધુ કમાણી કરવાનો મારિયા શારાપોવાનો રેકોર્ડ તો તોડ્યો જ છે. શારાપોવાએ 2015માં બે કરોડ 97 લાખ ડોલરની કમાણી કરી હતી. 2016માં સેરેનાએ મારિયા શારાપોવાને પાછળ રાખી અને ત્યારથી સળંગ ચાર વર્ષ સુધી સૌથી વધુ કમાણી કરનારી ખેલાડીઓમાં સેરેનાનું વર્ચસ્વ હતું. જોકે તમામ રમતમાં વિશ્વના સૌથી અમીર ખેલાડીની યાદીમાં ઓસાકા મોખરે છે તો સેરેના 33મા ક્રમે આવી ગઈ છે. 2018માં પુત્રીને જન્મ આપવાને કારણે સેરેના વિલિયમ્સ ટેનિસથી દૂર થઈ ગઈ હતી.

READ ALSO

Related posts

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના કબજા મામલે આવ્યો મહત્વનો ચુકાદો, પોલીસનો કાફલો મંદિરમાં ખડકી દેવાયો

Nilesh Jethva

એક રહસ્ય બની ગયો છે પદ્મનાભસ્વામી મંદિરનો સાતમો દરવાજો, અત્યાર સુધી કોઈપણ ખોલી શક્યુ નથી

Ankita Trada

ચંદ્ર અને મંગળ પર માણસો મોકલવાની યોજનાને ઝટકો, રોકેટનું પ્રોટોટાઈપ થઈ ગયું ધડામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!