GSTV
Home » News » ઓસાકા બની ફરી દુનિયાની નંબર વન ખેલાડી, આ ગેમમાં કર્યું ધમાકેદાર પ્રદર્શન

ઓસાકા બની ફરી દુનિયાની નંબર વન ખેલાડી, આ ગેમમાં કર્યું ધમાકેદાર પ્રદર્શન

બે વખતની ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકા ફરી એકવાર વિશ્વની નંબર વન ખેલાડી બની છે. જાપાનની 21 વર્ષીય ખેલાડી ઓસાકા ઓસ્ટ્રેલિયાની એશલી બાર્ટીને હટાવતા ટોચ પર પહોંચી. બર્ટી રોજર્સ કપના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.

ક્વાર્ટર ફાઇનલમાં ઓસાકા પણ સેરેના સામે હારી ગઈ હતી. પરંતુ કેરોલિના પિલ્સ્કોવા સેમિફાઇનલમાં પણ નિષ્ફળ ગઈ, જેનાથી ઓસાકા ફરીથી નંબર વન ખેલાડી બની છે. ઓસાકા યુએસ ઓપન અને ઓસ્ટ્રેલિયન ઓપનને સતત બે ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યા પછી જાન્યુઆરીમાં પ્રથમ વખત વિશ્વની નંબર વન ખેલાડી બની અને સાત અઠવાડિયા સુધી તે ટોચ પર રહી.

તે આમ કરાવાવળી પહેલી જાપાની ખેલાડી બની હતી. પીઠના દુખાવાના કારણે રોજર્સ કપના ફાઇનલમાંથી બહાર થઈ ગયેલી સેરેના બે સ્થાનથી આગળ આઠમા સ્થાને પહોંચી ગઈ છે. બર્ટી બીજા, પિલ્સ્કોવા ત્રીજા, સિમોના હાલેપ ચોથા, કિકી બર્ટેન્સ પાંચમા, પેટ્રા ક્વિટોવા છઠ્ઠા અને ઇલિના સ્વિટોલિના સાતમા ક્રમે છે.

READ ALSO

Related posts

વાજપેયી સરકારમાં પણ મોટુ હતું અરુણ જેટલીનું કદ, કાયદા મંત્રી તરીકે જમાવી હતી ધાક

Bansari

અરૂણ જેટલી જેમણે મોદીને પ્રથમવાર મુખ્યમંત્રી બનાવવા એડીચોટીનું જોર લગાવી દીધું હતું

Mayur

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!