GSTV

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

અનન્યા પાંડે

Last Updated on October 23, 2021 by Damini Patel

મુંબઈ ક્રુઝ ડ્રગ કેસમાં NCBની તપાસનો વિસ્તાર વધી રહ્યો છે. બૉલીવુડ સ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન જેલમાં છે અને હવે ડ્રગ મામલે એક્ટ્રેસ અનન્યા પાંડે NCBની રડારમાં છે. શુક્રવારે અનન્યા પાંડે સાથે આ અંગે પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેઓ NCBની ઓફિસ સમયની જગ્યાએ ત્રણ કલાક લેટ પહોંચી હતું. એમનું લેટ પહોંચવું એનસીબીને જરાય પણ ન ગમ્યું, જેના પર અનન્યાને ફટકાર પડી.

એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે એ અનન્યાને લેટ આવવા પર ફટકાર લગાવી. એમણે કહ્યું કે, ‘તમને 11 વાગ્યે બોલાવવામાં આવી હતી અને તમે હવે આવી રહ્યા છો. અધિકારી તમારી રાહ જોઈને નહિ બેશે. આ કોઈ તમારું પ્રોડક્શન હાઉસ નથી, આ સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે, જેટલા વાગ્યે બોલાવવામાં આવે એટલા વાગ્યે પહોંચી જાઓ.

અનન્યા

મુંબઈ એનસીબીએ એક્ટ્રેસ અનન્યા પાંડેને બીજી વખત પૂછપરછ માટે 11 વાગ્યે હાજર થવા કહ્યું હતું પરંતુ અનન્યા 11 વાગ્યાની જગ્યાએ 2 વાગ્યા પછી એનસીબીની ઓફિસ પહોંચી હતી.

4 કલાક ચાલી પુછપરછ

અનન્યા પાંડે સાથે એનસીબીએ શુક્રવારે 4 કલાક પૂછપરછ કરી. ગુરુવારના દિવસે પણ અનન્યાની 2 કલાક પુછપરછ કરવામાં આવી હતી. હવે અનન્યા પાંડેને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી છે. બંને દિવસે અનન્યા સાથે એમના પિતા ચંકી પાંડે પહોંચ્યા હતા. રિપોર્ટ્સની માનીએ તો જે રીતે અનન્યા સાથે ડ્રગ્સ માટે પૂછપરછ કરવામાં આવી રહી છે એ હિસાબે આર્યનની મુશ્કેલી વધી શકે છે.

એનસીબીને અનન્યા-આર્યનની ચેટ્સ પર શંકા છે

અનન્યા પાંડે સાથે સંબંધિત ત્રણ ચેટ સૌથી મહત્વની છે. 2018 અને 2019 ની વચ્ચે, આ ચેટ્સ ગાંજા વિશે થઈ હતી. અનન્યાના બંને ફોન NCB દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે તેણી પર પ્રશ્નોનો વરસાદ થયો, ત્યારે અનન્યા એકદમ મૂંઝવણમાં દેખાતી હતી. તેને બરાબર યાદ નથી તેમ કહીને ઘણા પ્રશ્નો ટાળ્યા હતા.

ગાંજા વિશે વાતચીત થઈ

એક ચેટમાં આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે ગાંજા વિશે વાત થઈ છે. આર્યન પૂછતો હતો કે શું કોઈ જુગાડ હોઈ શકે? અનન્યાએ જવાબ આપ્યો – હું અરેન્જ કરી દઈશ. એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી અને સવાલ પૂછ્યો, જેના જવાબમાં અનન્યાએ કહ્યું કે હું મજાક કરી રહી છું.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!