GSTV

નેનો યુરિયાને લઈને મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર, હવે આ રીતે ગેમ ચેન્જર સાબિત થઇ આ ટેક્નિક

Last Updated on August 2, 2021 by Pritesh Mehta

ગત દિવસોમાં મોદી સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારના રસાયણો અને ખાતર મંત્રાલયએ નેનો યુરિયાની ટેક્નોલોજી ટ્રાન્સફર માટે 2 એમઓયુ ઇફ્કો અને નેશનલ ફર્ટિલાઈઝર્સ વચ્ચે કરાવ્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ હવે દેશમાં નેનો યુરિયાનું ઉત્પાદન વધી જશે. નિષ્ણાતોનો દાવો છે કે નેનો યુરિયાના ઉપયોગથી આવનાર દિવસોમાં બિહાર, ઉત્તર પ્રદેશ પન્જાબ માધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોના ખેડૂતોને પહેલાની સરખામણીમાં આવક બમણી થઇ જશે. સાથે જ યુરિયાની કાળાબજારીમાંથી છુટકારો મળશે.

યુરિયાની કાળાબજારીથી છુટકારો

જણાવી દઈએ કે દેશના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને પીક સીઝનમાં અપેક્ષાએ 50થી 100 રૂપિયા સુધી પ્રતિ બોરી વધુ આપીને યુરિયા ખરીદવું પડતું હતું. ઘણા રાજ્યોમાં ભાવમાં વિવાદને કારણે દૂરના સ્થળોએ ખાતરની ઘણી તકલીફો થતી હતી. પરંતુ હવે નેનો યુરિયાની નવી ટેક્નિક દ્વારા યુરિયાની અછતથી છુટકારો મળશે. સાથે જ બરબાદીથી પણ મુક્તિ મળશે. ઘણા રાજ્યોમાં તો કાળાબજારી પર પણ અંકુશ આવશે.

નેનો યુરિયા

નેનો યુરિયાના ઉત્પાદન પર ભાર આપી રહી છે સરકાર

મોદી સરકાર મોટા પ્રમાણમાં નેનો યુરિયાના ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. પહેલા પારંપરિક યુરિયાની બોરી જે કિંમતે મળતી હતી તેના કરતા નેનો યુરિયા ઓછી કિંમતે મળી રહેશે. સાથે જ હવે યુરિયા લીકવીડ તરીકે પણ મળશે. નિષ્ણાતો જણાવે છે કે નેનો યુરિયાના અનેક ફાયદા આવનાર દિવસોમાં લોકોને જોવા મળશે. તેના ઉપયોગથી જમીનની ફળદ્રુપતા સુધરશે, જળ પ્રદુષણ અને વાયુ પ્રદુષણ પણ ઓછું થશે. નેનો યુરિયા ઇકો ફ્રેન્ડલી ઉત્પાદન છે. નેનો યુરિયા પારંપરિક યુરિયાની સરખામણીમાં ધીરે ધીરે નાઇટ્રોજન રિલીઝ કરે છે. જેનાથી છોડને વધુ સારું પોષણ મળે છે. આ નિર્ણયથી ખેડૂતોને ઘણા ફાયદા થશે. ગામડાઓમાં યુરિયાના પરિવહન અને ભંડારણમાં મદદ મળશે સાથે સાથે વેસ્ટેજનો ખતરો પણ હવે ના ને બરાબર થશે. નેનો યુરિયાની અડધા લીટરની બોટલથી એટલા ખેતરમાં ખાતરની જરૂરિયાત પૂર્ણ થશે જે ખેતરમાં અત્યાર સુધી 45 કિલોની પારંપરિક યુરિયાની બોરી જરૂર પડતી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!