GSTV
Bollywood Entertainment Trending

#MeToo: યૌન શોષણ મામલે નંદિતા દાસના પિતાનું નામ આવ્યું સામે, લાગ્યાં આ ગંભીર આરોપ

બોલિવૂડમાં યૌન શોષણ અને કાસ્ટિંગ કાઉચની વિરૂદ્ધ મી ટૂ કેમ્પેઇન એક મજબૂત આંદોલન તરીકે ઉભું થયું છે.કેટલીક મહિલા ડીરેકટર્સે પણ એકજૂથ થઇને આ મુવમેન્ટને સમર્થન આપ્યું.જેમાં પહેલું નામ નંદિતા દાસનું છે. જો કે હવે નંદિતા દાસના પિતા અને જાણીતા ચિત્રકાર જતિન દાસ પર સેક્સ્યુઅલ હેરાસમેન્ટના આરોપ લાગ્યા છે.

જતિન દાસ પર આરોપ નિશા બોરાએ લગાવ્યા છે. તેમણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને પોતાની આપવિતી જણાવી છે. નિશા બોરાએ લખ્યું કે જતિન દાસે પહેલી મુલાકાત દરમિયાન તેને થોડા દિવસો આસિસ્ટન્ટ તરીકે કામ કરવા જણાવ્યું હતુ.

જ્યારે તે જતિન દાસને સ્ટુડિયો પર મળી ત્યારે તેમણે જબરદસ્તીથી કિસ કરવાનો પ્રયાસ કર્યો. મેં ધક્કો માર્યો તો તેમણે ફરી કિસ કરવાનો પ્રયાસ કર્યો. નિશાએ જણાવ્યું કે આ ઘટના બાદ નંદિતા દાસનો ફોન આવ્યો હતો અને તેણે મને આસિસ્ટન્ટ તરીકે રાખવાની ઓફર કરી હતી. નિશા બોરાએ મી ટૂ કેમ્પેઇનને આવકાર્યું અને કહ્યું કે તેનાથી મને પણ બોલવાની હિંમત મળી

Related posts

ઈતિહાસ / સુભાષ ચંદ્ર બોઝે નહીં પરંતુ આ ક્રાંતિકારીએ આપ્યો હતો જયહિંદનો નારો, જાણો તેમના વિશે

Zainul Ansari

હર ઘર તિરંગા / તિરંગાના રંગમાં રંગાઈ ટીમ ઈન્ડિયા, ધોની બાદ રોહિત-કોહલી સહિતના ક્રિકેટરોએ પણ ડીપી બદલી

Hardik Hingu

Tiranga Dhokla Recipe: તિરંગા ઢોકળા સાથે આઝાદીની ઉજવણી કરો, જાણો તેની રેસીપી

GSTV Web Desk
GSTV