દેશભરમાં રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે, કોરોનાના સૌથી વધુ કેસો મહારાષ્ટ્રમાં છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે નાંદેડમાં ભીડ બેકાબુ થઇ ગઈ અને તેમણે પોલીસ પર હુમલો કરી દીધો. ભીડના આ હુમલામાં 4 પોલીસકર્મીઓ ઘાયલ થઇ ગયા. નાંદેડના એસપીએ જણાવ્યું કે કોરોનાના વધતા કેસોના હોલા મોહોલ્લાની મંજૂરી આપવામાં આવી ન હતી.
ટોળાએ કર્યો પોલીસ પર હુમલો
સાથે જ કહ્યું જે, આ અંગે ગુરુદ્વારા કમિટીને જણાવી દેવામાં આવ્યું હતું અને તેમણે કહ્યું કે એને ગુરુદ્વારાની અંદર જ કરાશે. પરંતુ રાત્રે 4 વાગ્યે જયારે નિશાન સાહેબની ગેટ પર લાવવામાં આવ્યું ત્યારે ઝગડો કરવો લાગ્યા અને 300-400 યુવકોએ ગેટ તોડી નાખી અને બહાર આવી માર્ચ કરી. રોકવા પર તેમણે પોલીસ પર હુમલો કરી દીધો. જેમાં 4 પોલીસકર્મી ઘાયલ થઇ ગયા. સાથે જ કેટલાક વાહનોને નુકશાન થયું. અમે આ મામલે FIR નોંધી તપાસ શરુ કરી છે.

ટોળાએ બેરિકોડ તોડી નાખી હતી અને રસ્તા પર પાર્ક કરેલાં વાહનોને તોડી નાખ્યા હતા. તેમણે પોલીસકર્મીઓને દોડાવી-દોડાવીને માર માર્યો હતો. તેમાંથી કેટલાકના હાથમાં તલવારો પણ હતી. ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની સંખ્યા ટોળાને કાબૂમાં કરવામાં ઓછી પડી હતી.
મહારાષ્ટ્રમાં બેકાબુ કોરોના

ત્યાં જ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 31,643 કોરોનાના નવા કેસો સામે આવ્યા છે. સાથે જ 20,854 લોકો સારા થયા છે. ત્યાં 102 લોકોની મોત થઇ છે. ત્યાં જ વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારીઓ અને કોવિડ ટાસ્ક ફોર્સ સાથે બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ નિર્દેશ આપ્યા છે કે જો કોઈ કોવિડ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખશે તો લોકડાઉન જેવા પ્રતિબંધો માટે તૈયાર રેવો.
Read Also
- મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો
- Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ
- ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ