GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

નંદ ઘેર આનંદ ભયો.. જય કનૈયા લાલ કી/ જન્માષ્ટમીના પાવન પર્વે ધ્વજારોહણનું અનેરું મહત્વ, ભક્તોમાં ઉત્સાહનો માહોલ

ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ ઉજવવા ઉત્સાહનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણનો આવિર્ભાવ દિવસ જન્માષ્ટમી રાજ્યભરમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. વર્ષ 2022માં જન્માષ્ટમી 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં મથુરા, વૃંદાવન, દ્વારકા, શામળાજી, ડાકોર, ઇસ્કોન મંદિરો સહિત તમામ કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. મંદિરોને ખાસ શણગારવામાં આવ્યા છે. વહેલી સવારથી જ ભકતોની લાંબી લાઈનો લાગી છે. તમામ મંદિરો કૃષ્ણમય બન્યા છે. ભક્તો ભક્તિમાં લીન થયા છે. આ દિવસે 8 ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે. આવો શુભ સંયોગ 400 વર્ષ પછી બની રહ્યો છે. તેથી, આ જન્માષ્ટમી પર, કાયદો અને વ્યવસ્થા સાથે પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળશે. સૌરાષ્ટ્રમાં ગામે ગામ સવારથી સાંજ સુધી જન્માષ્ટમી શોભાયાત્રાના અને રાત્રિના મટકી ફોડના તથા મંદિરોમાં આખો દિવસ વિશેષ પૂજન, આરતી, અભિષેકના આયોજનોના અહેવાલો ગામે ગામથી મળ્યા છે. શોભાયાત્રાના રૂટ પર અદભૂત શણગાર ઉપરાંત રાસગરબા સહિતના આયોજનો થયા છે અને પોલીસ દ્વારા રૂટ પર ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મૌસમ વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી નથી ત્યારે જન્માષ્ટમી, નોમ ઉજવવા અનેરો થનગનાટ જોવા મળ્યો છે.

જન્માષ્ટમીના પાવન પર્વે ધ્વજારોહણનું અનેરું મહત્વ હોય છે. ત્યારે મહારાષ્ટ્રના એક પરિવાર દ્વારા દ્વારકાધીશને પાઘડી પહેરાવવામાં આવી.. આ  ઉપરાંત આ પરિવાર દ્વારા 100 વર્ષ સુધી જન્માષ્ટમીની  ધ્વજા બુક કરાવવામાં આવી છે. મહારાષ્ટ્રના આ પરિવાર દ્વાર સતત 15માં વર્ષે ધ્વજારોહણ કરવામાં આવ્યુ છે. દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. કાળીયા ઠાકરના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો દ્વારકામાં ઉમટી પડ્યા હતા. કાળીયા ઠાકરના દર્શન કર્યાં બાદ ભક્તોએ ગોમતી ઘાટ પર સ્નાન કરી ધન્યતા અનુભવી હતી

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મંદિરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી. ડાકોર મંદિરને આસોપાલવના તોરણોથી સજાવવામાં આવ્યુ છે. ડાકોરના શ્રી રણછોડજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવના અવસર પૂર્વે ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે.

જન્માષ્ટમીનો શુભ સમય

આ વર્ષે 19મી ઓગસ્ટ 2022ની મધ્યરાત્રિ 12:05 થી 12:45 સુધી જન્માષ્ટમીની પૂજા માટે માત્ર 40 મિનિટનો મુહૂર્ત છે. આ દિવસે 8 શુભ યોગ – ધ્રુવ, છત્ર, મહાલક્ષ્મી, બુધાદિત્ય યોગ, હર્ષ, કુલદીપક, ભારતી, સતકીર્તિ રાજ યોગ રચાઈ રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે 400 વર્ષ પછી એક સાથે આટલા બધા શુભ યોગો બની રહ્યા છે. આ કારણથી આ જન્માષ્ટમી ખૂબ જ શુભ છે.

ભગવાન શ્રી કૃષ્ણની 5249મી જન્મજયંતિ

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિની મધ્યરાત્રિ છે. વર્તમાન ગ્રંથો અનુસાર, આ વર્ષે ભગવાન કૃષ્ણની 5249મી જન્મજયંતિ છે. વળી, ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો અને ભગવાન કૃષ્ણની કુંડળીમાં વૃષ લગ્ન, વૃષભ રાશિનો છે. આ વર્ષે જન્માષ્ટમીના શુભ સમયે ચંદ્ર વૃષભ રાશિ અને વૃષભ લગ્નમાં રહેશે. આ પણ ખૂબ જ શુભ સંયોગ છે. બીજી તરફ, કૃષ્ણ જન્માષ્ટમી પર ખરીદી માટે થોડો શુભ સમય રહેશે. આ માટે ખરીદી માટેનો શુભ સમય સવારે 9:00 થી 10:30, બપોરે 12:00 થી 02:30 અને સાંજે 5:30 થી 7:30 રહેશે.

સમગ્ર રાજ્યમાં કૃષ્ણજન્માષ્ટમી પર્વને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યના પ્રખ્યાત શામળાજી મંદિરમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરને પણ અનોખી રોશનીથી શણગારવામાં આવ્યું છે.સવારે 6 વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા બાદ પોણા સાત વાગ્યે મંગળા આરતી કરવામાં આવી. ત્યાર બાદ શણગાર આરતી તેમજ સંધ્યા આરતી અને રાત્રે 12 કલાકે શ્રીકૃષ્ણનો જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.

જન્માષ્ટમી મહોત્સવ

 • મંદિર સવારે 6 કલાકે ખુલશે
 • મંગળા આરતી સવારે 6:45 કલાકે
 • શણગાર આરતી સવારે 9:15 કલાકે
 • મંદિર બંધ થશે (રાજભોગ ધરવામાં આવશે) સવારે 11:30 કલાકે
 • મંદિર ખુલશે (રાજભોગ આરતી) બપોરે 12:15 કલાકે
 • મંદિર બંધ થશે(ઠાકોરજી પોઢી જશે) બપોરે 12:30કલાકે
 • મંદિર ખુલશે બપોરે 2:15 કલાકે
 • સંધ્યા આરતી સાંજે 7:15 કલાકે
 • શ્રી કૃષ્ણ જન્મોત્સવ રાત્રે 12:00 કલાકે
 • આરતી 12:30 કલાકે
 • મહાભોગ રાત્રે 12:45
 • શયન આરતી રાત્રે 1:00 કલાકે
 • મંદિર મંગલ(મંદિર બંધ થશે)

જન્માષ્ટમી મહોત્સવને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ભગવાન શામળિયાજીના દર્શન કરવા ભક્તોની વહેલીથી જ ભીડ જોવા મળી. આ ઉપરાંત મંદિર પરિસરમાં પોલીસ અધિકારી સહિતનો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

શામળાજી મંદિરમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી. મંદિરમાં શામાળિયાને વિશિષ્ટ સોનાના આભૂષણ ધરાવવામાં આવ્યા. કાળીયા ઠાકોરને સોનાના આભૂષણો, મુગટ, અને સોનાની વાંસળી સહીતના શણગાર કરવામાં આવ્યા છે. આ સાથે શામળાજી મંદિર પરિસર હાથી ઘોડા પાલાકી… જય કનૈયા લાલ કીના નાદથી ગુંજી ઉઠ્યુ.

આજે શ્રાવણ વદ આઠમ એટલે પૂર્ણ પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ, વ્હાલાંના વધામણાં કરવા માટે સમગ્ર વિશ્વમાં વસવાટ કરતા ભક્તો થનગની રહ્યા છે. ત્યારે રાજ્યભરના ભગવાન શ્રીકૃષ્ણના સુપ્રસિદ્ધ મંદિરોમાં આનંદ અને ઉત્સાહભેર શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જન્માષ્ટમી નિમિતે દ્વારકા, ડાકોર તેમજ શામળાજીમાં દિવસભર શ્રીજીના મનોહર સ્વરૂપના દર્શનનો લ્હાવો ભક્તોને મળશે. જ્યારે કે રાત્રે 12 વાગ્યે પરંપરા અને ધાર્મિક વિધિવિધાન મુજબ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી.ના જયઘોષ સાથે કૃષ્ણ જન્મનો ઉત્સવ ઉજવવામાં આવશે.

પવિત્ર યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મંદિરમાં જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી. ડાકોર મંદિરને આસોપાલવના તોરણોથી સજાવવામાં આવ્યુ છે. ડાકોરના શ્રી રણછોડજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવના અવસર પૂર્વે ભાવિકોમાં અનેરો ઉત્સાહ છે.

રાજ્યભરમાં જન્માષ્ટમીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો થનગનાટ જોવા મળ્યો. વહેલી સવારે જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી યોજાઇ હતી.

જુનાગઢમાં  ગજરાજ પર ભગવાનની સવારી સાથે શોભાયાત્રા

જુનાગઢમાં  ગજરાજ પર ભગવાનની સવારી સાથે શિવ મહાવિવાહ સહિત 40 આકર્ષણ ફ્લોટ્સ સાથે બપોરે 3 વાગ્યે ઉપરકોટ નજીક રામચંદ્રજી મંદિરથી શોભાયાત્રા નીકળશે, જે દિવાન ચોક, માલીવાડા, આઝાદ ચોક, એમ.જી. રોડ, કાળવા ચોક થઈને જવાહર રોડ પર સ્વામિનારાયણ મંદિરે સંપન્ન થશે. મયારામજી આશ્રમ ખાતે ઈનામ વિતરણ થશે. ઉપરાંત હાટકેશ યુવક મંડળ દ્વારા મટકી ફોડ, વત્સાસુર વધ, દ્વારકાધીશ મંદિરની આબેહૂમ રંગોળી સહિત ગધ્રપવાડામાં હાટકેશ્વર મંદિરે ભવ્ય ફ્લોટ્સ્ નિર્માણ કરાયું છે. 

આ ઉપરાંત ગોંડલમાં દેશભક્તિ,સંસ્કૃતિને ઉજાગર કરતા 45 ફ્લોટ્સ સાથે ભગવતપરા પટેલ વાડીથી શોભાયાત્રા નીકળીને નાનીબજાર, ઉદ્યોગભારતી ચોક, ભોજરાજપરા, મોટીબજાર, વેરી દરવાજા હવેલીએ પૂર્ણ થશે. ખંભાળિયામાં  સવારે 8-30 વાગ્યે ગોવર્ધનનાથજી હવેલી ખાતેથી શોભાયાત્રાનું પ્રયાણ થશે અને પાંચહાટડી ચોક, લુહારશાળ, ઝવેરી બજાર, હર્ષદ માતાજીનું મંદિર, મેઈનબજાર, ગાંધી ચોક, રાજડા રોડ, શ્રી રામ મંદિર, નગર ગેઈટ, શારદા સિનેમા થઈ મહાપ્રભુજીની બેઠકજી ખાતે સંપન્ન થશે. ધ્રોલ હિન્દુ સેના આયોજિત શોભાયાત્રા સવારે 9 વાગ્યે વૈષ્ણવ હવેલીથી પ્રસ્થાન કરી મુખ્યમાર્ગો પર ફરશે. ઉપરાંત જામનગર-ધ્રોલ વચ્ચે ફલ્લામાં પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે.

READ ALSO

Related posts

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના પૌરીમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Hemal Vegda

હર્ષદ રીબડીયાના રાજીનામાને લઈ જીલ્લા કોંગ્રેસમાં હડકંપ, વીસાવદરમાં કોંગ્રેસને નવા ચહેરાની શોધ

pratikshah
GSTV