GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

નાના પાટેકરનો પલટ વાર, કહ્યું- શું હું એટલો ખરાબ માણસ છું? કેમેરા સામે આપીશ દરેક સવાલના જવાબ

તનુશ્રી દત્તા અને નાન પાટેકરના વિવાદ પર બન્ને બાજુથી તલવારબાજી થઈ રહી છે. નાના એ તનુશ્રીના આરોપો પર ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે તે એક પ્રેસ કોન્ફરન્સ કરી ને દરેક સવાલોના જવાબ આપશે. નાના પાટેકરે જણાવ્યું કે, ‘હાલમાં હું જેસલમેરમાં શૂટિંગ કરી રહ્યો છું. હું 7 કે 8 ઓક્ટોબરે જેવો મુંબઈ પહોંચીસ ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ કરીશ. હું કેમેરાની સામે દરેક સવાલના જવાબ આપવા માંગુ છું. તમે મને કંઈ પણ પુછી શકો છો મારી પાસે કશું જ છુપાવાનું કોઈ કારણ નથી’

નાનાએ આગળ જણાવતા કહ્યું કે, ‘આ તમારા પર છે કે તમે કઈ વાત પર ભરોસો કરવા માંગો છો. શું તમને લાગે છે કે હું આટલો ગંદો માણસ છું? શું લોકો મારા વિશે કશું જ નથી જાણતા? મારે મારા સારા ચરિત્રને સાબિત કરવાની જરૂર નથી. હું ફિલ્મમાં વધારે ડાંસ નથી કરતો, તો હું કોઈને અશ્લીલ સ્ટેપ કરવાનું કઈ રીતે કહી શકું. આવી સ્થિતિમાં હું આ બધા આરોપનો ઈનકાર કરી શકું છું અને કહીં શકું છું કે તનુશ્રી જુઠ્ઠુ બોલી રહી છે, કાંતો મારી ઈમેજ ખરાબ કરવા બદલ તેમને કોર્ટમાં ઘસોડી શકું છું. આ સીવાય હું કરી પણ શું શકુ છું? પરંતુ હું પાછો આવીને આ બધી જ વાત કરીશ. મને આશા છે કે તે પહેલા લોકો કોઈ પરિણામ પર નહીં પહોંચે.’

નાના પાટેકર આ પહેલા કહી ચુક્યા છે, ‘તનુશ્રી સેક્સુઅલ હેરેસમેન્ટથી તમારો શું મતલાબ છે? ત્યાં 50થી 100 લોકો સેટ પર મારી સાથે હતા. હું જોવુ છું હવે કે હું કાયદેસર રીતે હવે આગળ શું કરી શકું છું.’

Related posts

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક ગામોનો તાલુકા સાથેનો સંપર્ક તુટ્યો, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, વેરાવળમાં અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva

BSNL એ અપગ્રેડ કર્યો પોતાનો આ બ્રોડબેન્ડ પ્લાન, હવે મળશે 300GB સુધી ડેટા

Ankita Trada

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!