GSTV
Gujarat Government Advertisement

નમસ્તે ટ્રમ્પ : 1 લાખની ભીડ જોઈ ટ્રમ્પ થયા ગદગદિત, મોદીએ નવા અધ્યાયની શરૂઆત ગણાવી

Last Updated on February 24, 2020 by Mayur

મોટેરા સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રગાન બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોટેરામાં ઉપસ્થિત જનતાનો આભાર માન્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી જ્યારે મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત એક લાખથી વધારે લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. લાખોની ભીડ જોઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ ગદગદિત થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, આ ધરતી ગુજરાતની છે પણ આજે સમગ્ર ભારતનો નજારો જોવા મળી રહ્યો છે. પોતાના સ્વાગત ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકા અને ભારતના સંબંધો નવી ઉંચાઈઓ સ્પર્શી રહ્યા છે.

ટ્રમ્પના પ્રવાસનો કર્યો ઉલ્લેખ

ટ્રમ્પ પરિવારને ભારતના પરિવાર જેવી જ મીઠાશ મળશે, અહીં તમારુ દિલથી સ્વાગત છે. મોદીએ તેમના પ્રવાસની વાત વિશે જણાવ્યું હતું કે, આજે તેઓ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમ માટે અમેરિકાથી સીધા અહીં આવ્યા છે. ટ્રમ્પ પરિવારે આજે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી.

નમસ્તેનો અર્થ સમજાવ્યો

મોદીએ હાઉડી મોદી કાર્યક્રમને યાદ કરતા જણાવ્યું હતું કે, હાઉડી મોદી કાર્યક્રમથી અમેરિકાની યાત્રાની શરૂઆત કરી હતી. અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ઐતિહાસિક યાત્રાનો આરંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પથી કરી રહ્યા છે. મોટેરા સ્ટેડિયમની દરેક બાજુ ભારતની વિવિધતાના રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમસ્તેનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, નમસ્તેનો અર્થ પણ ઘણો ઊંડો છે. આ દુનિયાની પ્રાચીન ભાષા સંસ્કૃતનો છે.

રાજ્યના લોકોનું કર્યું અભિવાદન

આટલા ભવ્ય સમારોહ માટે ગુજરાતના અને અન્ય રાજ્યના લોકોનું અભિવાદન કરું છું. આઝાદીમાં યોગદાન ધરાવતી સાબરમતી નદીના કિનારે આજે તમારુ સ્વાગત છે. સરદાર પટેલનું સ્ટેચ્યૂટી ઓફ યુનિટી નું ગૌરવ છે. અહીં ઘણાં પડકારો અને તક રહેલી છે. આ મુલાકાતથી ભારત-અમેરિકાની મજબૂત દોસ્તી દર્શાવે છે. આ એક એવો અધ્યાય છે જે ભારત-અમેરિકાના લોકોના વિકાસને નવી તક આપશે.

ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે

ટ્રમ્પ ખૂબ મોટું વિચારે છે અને અમેરિક ડ્રિમ્સને સાકાર કરવા માટે તેમણે જ કર્યું છે. તે આખી દુનિયા જાણે છે. તેમણે અમેરિકાની ફર્સ્ટ લેડી મેલેનિયાના વખાણ કરતાં કહ્યું હતું કે, મેલેનિયા તમારું અહીં હોવું અમારા માટે ખૂબ સન્માનની વાત છે. આજ તમે વિવિધતાથી ભરેલા એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષાઓ બોલવામાં આવી રહી છે. સેંકડો સમુદાય છે. એકને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર ગર્વ છે તો બીજાને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ગર્વ છે.

ઈવાન્કાનો કર્યો ઉલ્લેખ

ઈવાન્કા બે વર્ષ પહેલાં પણ તમે ભારત આવ્યા હતા. ત્યારે તમે કહ્યું હતું કે, હું ફરી ભારત આવવા માંગીશ. મને ખુશી છે કે આજે તમે ફરી અમારી વચ્ચે છો. તમારું સ્વાગત છે. જમાઈ વિશે મોદીએ કહ્યું કે, તમે લાઈમ લાઈટથી દૂર રહો છો. તમને મળીને અહીં જોઈને ઘણી ખુશી થાય છે.

ધોળાવીરા અને લોથલની ધરતી

પ્રેસિડેન્ટ ટ્રમ્પ તમે આ ભૂમિ પર છો જ્યાં 5,000 વર્ષ જૂનું પ્લાન્ડ સિટી ધોળાવારી અને લોથલ ઘડાયું હતું. તમે વિવિધતાસભર એ ભારતમાં છો જ્યાં સેકડો ભાષા બોલવામાં આવે છે, પરિધાન છે. ખાનપાન છે અને પંથ અને સમુદાય છે. અમારી વિવિધતા અને તેમાં એકતા અને તેનો ઉત્સાહ ભારત-અમેરિકા વચ્ચેનો ઉત્સાહ

નવો અધ્યાય લખાશે

પીએમ મોદીએ કહ્યું કે ‘આ મુલાકાતથી ભારત અમેરિકાનાં સંબંધોનો નવો અધ્યાય લખાશે. પ્રથમ લેડી મેલેનિયા તમે બાળકોના ઉત્થાન માટે જે કામ કરી રહ્યા છો તેનાથી સમાજમાં ઘણું પરિવર્તન કરી રહ્યા છે. ઇવાન્કા તમે ભારત આવ્યા ત્યારે કહ્યું હતું કે ‘હું ફરીથી ભારત આવવા માંગું છું. પરંતુ આજે તમે ફરીથી પરત આવ્યા છો ત્યારે તમારૂં સ્વાગત છું.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વિચારવા જેવું / વાઘે મનુષ્ય પર જંગલમાં કર્યો હુમલો, વીડિયો જોઈ લોકોએ આપી આ પ્રતિક્રિયા

Zainul Ansari

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં PM મોદીની બેઠક પહેલા 48 કલાક માટે એલર્ટ, હાઈ સ્પીડ ઇન્ટનેટ સ્પીડ સસ્પેન્ડ

Zainul Ansari

Creative Farming: કોટાના ખેડૂતે વિકસાવી કેરીની એવી જાત જે આપશે 12 મહિના ફળ, ખેડૂતોને થશે મોટો ફાયદો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!