GSTV

અનોખી ભેટ: પીએમ મોદીના જન્મ દિવસે અમદાવાદમાં અહીં બનાવાયું ‘નમો વન’, વાવવામાં આવશે 1.25 લાખ વૃક્ષો

મોદી

Last Updated on September 17, 2021 by Bansari

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.કોર્પોરેશન દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈ બાપુનગરના લાલ બહાદૂર સ્ટેડિયમમાં 71 હજાર વૃક્ષોને વાવી નમો વન બનાવાયું હતું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષોની પુજા કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક અનોખો રેકોર્ડ કરવામાં આવશે. શહેર મધ્યે ‘નમો વન’ બનાવવામાં આવશે. જેમાં એક જ અઠવાડિયામાં 1.25 લાખ વૃક્ષો વાવવામાં આવશે. વડાપ્રધાનના જન્મદિવસને લઈ વૃક્ષોરોપણ કાર્યક્રમની સાથે શહેરની 500થી વધુ જગ્યાએ આજે વેક્સિનેશન તેમજ માસ્કનું વિતરણ પણ કરવામાં આવશે.

મોદી

અમદાવાદમાં બનશે ‘નમો વન’

AMC દ્વારા વડાપ્રધાન મોદીના જન્મ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત અમદાવાદને સૌથી મોટું વન મળશે, જેનું નામ ‘નમો વન’ હશે. આ સાથે કોર્પોરેશન તરફથી આ નમો વનમાં એક જ દિવસમાં 71,000 વૃક્ષો વાવવામાં આવશે. તમામ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વવવામાં આવશે. અહીં 71 પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે.

મોદી

શહેર વચ્ચે જંગલ

બાપુનગર ખાતે આવેલા લાલબહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ ખાતે 71 હજાર વૃક્ષોનું વાવેતર કરીને શહેરની મધ્યમા જંગલ બનાવવામાં આવશે. આ સાથે જ અહીં એક જ અઠવાડિયામાં કુલ 1,25,000 વૃક્ષનું વાવેતર કરવાનું કોર્પોરેશનનું આયોજન છે. એક જ દિવસમાં એક સ્થળે 71,000 વૃક્ષો વાવવામાં આવ્યાં હોય તેવું આ દેશમાં કદાચ પ્રથમ વાર બન્યું હશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વૃક્ષા રોપણ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. બીજી તરફ અમદાવાદમાં 15 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો, જેની સાથે 11 લાખથી વધુ વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!