GSTV
Home » News » PM મોદીના જન્મ દિવસ પર નમો એપને મળી અપડેટ, જાણો શું છે નવા ફીચર્સ

PM મોદીના જન્મ દિવસ પર નમો એપને મળી અપડેટ, જાણો શું છે નવા ફીચર્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર નમો એપ એપડેટ કરવામાં આવી. એપમાં કેટલાક નવા ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ એપ્લિકેશનનું નવું વર્ઝન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. જે પીએમ મોદી સાથે તેના મંત્રીમંડળના સહયોગી માટે વાતચીત કરવાનું સારું ઓપ્શન છે. તેને નવા ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેમાં વન-ટચ નેવિગેશન અને અને નવું કંટેટ સેક્શન ‘ નમો એક્સક્લૂસિવ’ સામેલ છે.

2019ની ચૂંટણી પછી આ એપને પહેલી વાર અપડેટ કરવામાં આવી છે. ચૂંટણીની સીઝન દરમિયાન તેને અવતાર આપવામાં આવ્યો હતો. જે લાખો કાર્યકર્તા માટે આ એક પ્લેટફોર્મના રૂપમાં કામ કરી રહ્યું છે. આ એપ આજના દિવસે ઘણો ટ્રૈફિક જોવા મળશે. કેમકે પ્રધાનમંત્રી મોદીનો જન્મ દિવસ છે માટે અને આ ટ્રૈફિકને સંભાળી શકાય તે લાયક બનાવી છે. જેથી આ એપથી લોકો મોદીને શુભેચ્છા પાઠવી શકે. મોદીએ ટ્વિટર પર આ ઘોષણા કરી હતી, ‘નમો એપને નવી અપડેટ આપવામાં આવી છે, જે સરળ અને ઝડપી હશે અને એક્સક્લૂસિવ કંટેટની સરળ સાથે પહોંચી શકાય.’ અપડેટ પછી એક બીજી ટ્વિટમાં પીએમ મોદીએ લખ્યું, નમો એપનું નવું અપડેટ, આ એપ પહેલાથી વઝુ ઝડપી અને સરળ છે.

તેમાં સરળતાથી એક્સક્લૂઝિવ કંટેટને અક્સેસ કરી શકાય છે. આપણી વાતચીતને વધારી સારી બનાવા માટે નવું વર્ઝન અપનાવો. આ એપમાં મોદીની યાત્રાનું મલ્ટીમીડિયા વર્ઝન આપવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ નમો એપનો પ્રયોગ લોકો પાસે સંવાદ કરવા માટે અને ચૂંટણી દરમિયાન તેમનો ફીડબેક લીધો હતો. મોદીની ‘મન કી બાત’ને પણ આ એપ પર સાંભળી શકાય છે. આ એપને 2015માં લોન્ચ કરવામાં આવી હતી અને અત્યાર સુધી તેને 1.5 કરોડથી પણ વધુ ડાઉનલોડ કરી ચૂક્યા છે.

Read Also

Related posts

Mi Super Sale: આજે જ લઈ આવો સ્માર્ટફોન, 15 હજારના ફોન પર મળી રહી છે 6 હજારની છૂટ

Pravin Makwana

Honda Activa 5G અને Grazia સ્કૂટર પર 10 હજાર રૂપિયા સુધી થશે બચત, કંપની આપી રહી છે આ ઓફર

Mansi Patel

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!