લોકસભાની ચૂંટણી પહેલાં માર્કેટમાં આવી ‘મોદી સાડી’, ‘એર સ્ટ્રાઇક’ અને ‘યોગી’ પ્રિન્ટ સાડીઓની ધૂમ

આ વર્ષની શરૂઆતથી જ સૂરતના સાડી માર્કેટમાં ધૂમ છે. પુલવામા અટેક, એર સ્ટ્રાઇક અને અભિનંદન સાથે સંબંદિત પ્રિંટ સાડીઓનું ધૂમ વેચાણ થયુ છે. આજકાલ લોકસભા ને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લેતા ભાજપ અને કોંગ્રેસની પ્રિન્ટ વાળી સાડીઓની ડિમાન્ડ વધી ગઇ છે.

સૌથી વધુ માંગ નમો પ્રિન્ટ વાળી સાડીઓની છે. અલગ-અલગ શહેરોના નેતા પોતાની પાર્ટીના પ્રમુખ લીડરની તસવીરોવાળી સાડીઓની માંગ કરી રહ્યાં છે.

વેપારીઓને પાર્ટીના નેતાઓ અને લોગો પ્રિન્ટ વાળી સાડીઓના મોટા ઓર્ડર્સ મળી રહ્યાં છે. નેતાઓ આ સાડીઓ પોતાના કાર્યકર્તાઓ અને મતદાતાઓને આપવા માટે બનાવડાવી રહ્યાં છે. ડિજીટલ પ્રિન્ટ વાળી સાડીઓની પણ ખૂબ ડિમાન્ડ છે. સૌથી વધુ માંગ વડાપ્રદાન નરેન્દ્ર મોદીના ચહેરાવાળી પ્રિન્ટ સાડીઓની છે. તે બાદ યોગી આદિત્યનાથની માંગ વધુ છે.

એક વેપારીના જણાવ્યા અનુસાર સૌથી વધુ માંગ સસ્તી સાડીઓની છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને નોર્થ ઇસ્ટ રાજ્યોથી 150 અને 175 રૂપિયાવાળી સાડીઓના ઓર્ડર્સ મળી રહ્યાં છે. તેમને લગભગ બે લાખ સાડીઓનો ઓર્ડર મળ્યો છે.

વેપારીએ જણાવ્યું કે તાજેતરમાં જ સર્જિકલ સ્ટ્રાઇક બાદ તેમણે 10થી 15 હજાર સાડીઓનો ઓર્ડર મળ્યો. આ ઓર્ડર ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હીથી આવ્યો હતો અને હજુ પણ ઓર્ડર્સ મળી રહ્યાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter