GSTV

ગુજરાત યુનિવર્સિટીનો ગંભીર છબરડો: 500થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો, ઓફલાઈન પરીક્ષામાં કેટલાય વિદ્યાર્થીઓના નામ ગાયબ

Last Updated on July 16, 2021 by Pravin Makwana

ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો બહાર આવ્યો છે. આવતીકાલથી શરૂ થનારી B.COM સેમ-6 ની ઓફલાઈન પરીક્ષા માટેના 500 જેટલા વિદ્યાર્થીઓના નામ ગાયબ થયા છે. 500થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી નહોતી. પરીક્ષાની લેટ ફી ભરી હોવા છતાં હોલ ટિકિટ મળી નથી. લિસ્ટમાં નામ ન આવતા વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સીટી પહોંચ્યા હતા. 500 થી વધુ વિદ્યાર્થીઓનું 1 વર્ષ બગડે તેવી શક્યતા છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા  યુજી-પીજીની ઉનાળુ સત્રની ઓફલાઈન પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે .જે મુજબ 27મી જુલાઈથી  બીજા તબક્કામાં યુજીમાં  સેમ.6ની અને પીજીમાં સેમ.4ની પરીક્ષાઓ શરૂ થશે. કોરોનાને લીધે પ્રથમવાર  ઉનાળુ સત્રની પરીક્ષાઓ ઉનાળુ વેકેશન બાદ નવા શૈક્ષણિક વર્ષમાં લેવાઈ રહી છે.

સરકારે કોરોનાની સ્થિતિ સુધર્યા બાદ જુલાઈમાં ઓફલાઈન પરીક્ષાઓ લેવાની યુનિ.ઓને મંજૂરી આપતા ગુજરાત યુનિ.દ્વારા બાકી રહેલી તમામ પરીક્ષાઓની ઓનલાઈન મોડની પરીક્ષા બાદ ઓફલાઈન પરીક્ષાઓ પણ લેવાઈ રહી છે.

અગાઉ યુજી-પીજી સેમ.1ની ઓનલાઈન પરીક્ષાઓ બાદ યુજી-પીજી સેમ.6ની ઓનલાઈન પરીક્ષાઓ ગત મહિને લેવાઈ હતી.ત્યારબાદ 7મી જુલાઈથી શિયાળુ સત્રની સેમ.1ની મોકુફ કરાયેલી પરીક્ષાઓ ઓફલાઈન ધોરણે લેવામા આવી રહી છે.

આ પરીક્ષાઓ પુર્ણ થયા બાદ 27મી જુલાઈથી  યુજી-પીજી સેમ.6ની પરીક્ષાઓ શરૂ થનાર છે.જેમાં બી.કોમ ,બીએસસી રેગ્યુલર એક્સટર્નલ સેમેસ્ટર 6ની તેમજ પીજીમાં એમકોમ રેગ્યુલર એક્સટર્નલ સેમેસ્ટર 6ની પરીક્ષાઓ લેવાશે.

આ ઉપરાંત એલએલબી સેમે.2,4 અને 6ની પરીક્ષાઓ પણ ઓફલાઈનમાં શરૂ થશે. બીએડની ઓફલાઈન પરીક્ષા 20 જુલાઈથી શરૂ થશે. હવે પછીની તમામ પરીક્ષાઓ 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે અને 5 ઓગસ્ટ સુધી બીજા તબક્કાની ઓફલાઈન પરીક્ષાઓ ચાલશે.

READ ALSO

Related posts

2022 વિધાનસભા ચૂંટણી / AAPના નેતાઓ ગુજરાતની મુલાકાત, રાજ્યની શિક્ષણ નીતિ-પદ્ધતિને બનાવશે મુદ્દો

Zainul Ansari

અમદાવાદ / છેતરપિંડીના ગુનાના નિકાલ માટે કરવામાં આવી આર્થિક ગુના નિવારણ શાખાની રચના, પોલીસે અત્યાર સુધી આટલા કરોડ રૂપિયા કર્યા પરત

Zainul Ansari

ગ્રામ પંચાયતની ચૂંટણી/ સરપંચની ચૂંટણી માટે 31,359 ફોર્મ ભરાયા, ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 7 ડિસેમ્બર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!