GSTV

શું રસી નહીં લેનારનું નામ રાશનકાર્ડમાંથી રદ થશે!, આરોગ્ય અધિકારીઓ લોકોને ડરાવતા હોવાની ઉઠી ફરિયાદો

Last Updated on October 26, 2021 by Dhruv Brahmbhatt

કોરોના વિરોધ રસીકરણનાં આંકડા ઉંચા બતાવવા ગામડાનાં લોકોને સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ રસી નહીં લેનારનું નામ રાશન કાર્ડમાંથી કમી કરાશે, સરકારી હોસ્પિટલમાં સારવાર નહીં મળી શકે, સરકારી કોઈ લાભ નહીં મળે તેવું કહી ડરાવી રહ્યાં હોવાની ફરિયાદો ઉઠી રહી છે યેનકેન પ્રકારે રસીકરણનો રેકોર્ડ ઉંચો બતાવવા આવી હરકતો કરવામાં આવી રહી હોય તેને અંકુશમાં લેવા ફરિયાદો ઉઠી રહી છે.

covid-19-vaccine

રાજકોટ જિલ્લામાં પહેલો ડોઝ લેનારાની ટકાવારી ૯૪ ટકા કરતા વધી ગઈ છે જયારે બીજો ડોઝ  પ૩ ટકાએ લઈ લીધો છે રસીકરણનાં આંકડાનો લક્ષ્યાંક પૂરો કરવા ગામડાઓમાં સ્થાનિક આરોગ્ય કર્મચારીઓ ઘેર ઘેર જઈ રહયા છે અને રસી નહીં લેનારને રાશનની ચીજો નહીં મળે.

સિવિલમાં સારવાર નહીં મળે, આવાં સરકારી લાભો મળતા બંધ થઈ જશે તેમ કહી ડરાવી રહ્યાં છે

સિવિલમાં સારવાર નહીં મળે આવાં સરકારી લાભો મળતા બંધ થઈ જશે તેમ કહી ડરાવી રહ્યાં છે ગ્રામ્ય લોકો રસી એ ફરજીયાત નહીં મરજીયાત છે એ બાબત જાણતા ન હોય કોઈ લાભોથી વંચિત ન રહે એટલે રસી મુકાવી દે છે અથવા તો કયાંક તો વારંવાર કહેવા છતાં રસી મુકવા કોઈ તૈયાર થતુ ન હોય તો સરકારી ચોપડે તેને રસી અપાઈ ગઈ છે તેવી નોંધ કરીને લક્ષ્યાંકો પુરા કરાઈ રહ્યાં છે. કેટલાંક ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ ન થયુ અને થોડાક લોકો બાકી હોય તો પણ પંચાયતનો ઠરાવ ૧૦૦ ટકા રસીકરણનો લઈ લેવામાં આવે છે.

child vaccine

ગોંડલ – જસદણ અને ધોરાજી તાલુકામાં આવી ફરિયાદો વધુ ઉઠી રહી છે. ગોંડલમાં સરકારી હોસ્પિટલમાં સતાધિશોએ એવુ બોર્ડ મારી દીધુ હતુ કે કેસ કઢાવવા કે દવા લેવા આવનારે રસી મુકાવી હોવી જોઈએ ડીડીઓનાં નામે આવુ બોર્ડ મુકવામાં આવ્યુ હતુ આ અંગે જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તરત જ  બોર્ડ હટાવવા સૂચના અપાઈ હતી. ડીડીઓ એ જણાંવ્યુ હતું કે રસી લેવી દરેક વ્યકિત માટે હિતાવહ છે પરંતુ લેવી એ ફરીજીયાત નથી.

READ ALSO :

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari

Big Breaking / ચોમાસુ સત્રમાં થયેલા હંગામાની શિયાળુ સત્રમાં કાર્યવાહી, પ્રિયંકા ચતુર્વેદી સહિત 12 રાજ્યસભા સાંસદ સસ્પેન્ડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!