GSTV

ગલવાનઘાટી/ 200 વર્ષના ઈતિહાસમાં ચીનનું ક્યાંય નામ નથી : આ વ્યક્તિના નામ પરથી પડ્યું નામ, જાણો કોણ હતો ગુલામ રસૂલ ગલવાન

ગલવાન

Last Updated on June 16, 2021 by Damini Patel

15 જૂન 2020ના રોજ ચીન સૈનિકોએ ગલવાનઘાટીમાં ઘૂસણખોરી કરતા ભારતના જાબાંઝોએ ચીની સૈનિકોને ધૂળ ચાટતા કરી દીધા હતા. ચીને ૪૨ થી વધુ સૈનિકો ગુમાવ્યા હતા જયારે ગલવાન ઘાટીના રક્ષણ માટે ભારતના ૨૦ સૈનિકો શહિદ થયા હતા. છેલ્લા ૫૦ વર્ષમાં ચીન સાથેની સરહદે આટલો મોટો કાંકરીચાળો થયો ન હતો આથી ગલવાનઘાટીનું નામ કારગિલ અને ડોકલામની જેમ જાણીતું બની ગયું છે.

ગલવાનઘાટી પાકિસ્તાન અને ચીનની દુષ્ટધરી પર બાજ નજર માટેનું વ્યૂહાત્મક સ્થાન છે. આથી જ તો ગલવાનઘાટી અને ગલવાન નદીના વિસ્તારોમાં ભારતના સૈનિકો ચોંકી કરે છે તે ચીનને ખટકે છે. ચીન સમગ્ર ગલવાનઘાટી પર પોતાનો દાવો કરે છે પરંતુ ગલવાનઘાટીના ૨૦૦ વર્ષના ઇતિહાસમાં કયાંય ચીનનું નામ આવતું નથી. ગલવાનઘાટી લડાખ અને અકસાઇ ચીન (૧૯૬૨માં ભારતનો ચીને પચાવી પાડેલો વિસ્તાર) વચ્ચે આવેલી છે. ગલવાનઘાટીની શોધ ૧૮૯૯માં કાશ્મીરના ગુલામ રસૂલ ગલવાને કરી હતી. તેના નામ પરથી જ ગલવાન ઘાટી નામ પડયું છે.

કોણ છે ગુલામ રસૂલ ગલવાન

ગલવાન

બ્રિટિશરોએ ૧૮૯૯માં ચાંગ છન્મો ઉત્તરઘાટની ઉત્તરમાં આવેલા વિસ્તારોમાં શોધ અભિયાન શરુ કર્યુ હતું. ગુલામ રસૂલ ગલવાન પણ આમાંની એક શોધ ટુકડીનો સભ્ય હતો. તે વિદેશથી આવતા સાહસિકો અને શોધકોને સ્થાનિક તરીકે મદદ પણ કરતો હતો. આ અભિયાન હેઠળ ગુલામ રસૂલ ગલવાને કાશ્મીરના ઉત્તરભાગમાં ૮૦ કિમી લાંબી નદી અને તેની સાથે જોડાયેલી સર્પાકાર ઘાટી શોધી હતી જેને પછીથી ગલવાન નામ આપવામાં આવ્યું હતું એટલું જ નહી અકસાઇ ચીનથી નિકળતી નદીનો સ્ત્રોત પણ ગુલામ રસૂલ ગલવાને જ શોધ્યો હતો.

ગુલામ રસૂલનો જન્મ ઇસ ૧૮૭૮ આસપાસ થયો હતો તેના પિતા કાશ્મીરી જયારે માતા બાલ્ટિસ્તાનની હતી. કાશ્મીરમાં ઘોડાનો વેપાર કરનારા એક સમૂદાયને ગલવાન કહેવામાં આવે છે. ગુલામ રસૂલે ૧૪ વર્ષની નાની ઉંમરે ઘર છોડી દીધું હતું. ડુંગરા અને કંદરામાં રખડવાના શોખ અને નવા પ્રાકૃતિક વિસ્તારો શોધવાની જીજ્ઞાસાને અંગ્રેજોએ પારખી લીધી હતી. ૧૮૮૫માં ૧૫ મહિના સુધી મધ્ય એશિયા અને તિબેટની દુર્ગમયાત્રા કરીને પ્રથમ વાર લેહ પહોંચ્યો હતો.

ગલવાને અંગ્રેજ સંશોધકો અને સાહસિકોના સંગથી અંગ્રેજી લખતા અને વાંચતા શીખી લીધું હતું. તેને સર્વેન્ટ ઓફ સાહિબ્સ નામનું પુસ્તક લખ્યું જેની પ્રસ્તાવના બ્રિટનના પ્રખ્યાત સંશોધક સર ફ્રાંસિસ યંગ હસબેંડે લખી આપી હતી. પુસ્તકમાં જણાવ્યા મુજબ ગુલામ રસૂલના પૂર્વજ ખૂબજ ચાલાક અને બહાદૂર હતા. તેઓ કોઇ પણ મકાનની દિવાલ પર બિલાડીની જેમ સરળતાથી ચડી જતા હતા.

ગલવાન સમુદાયના લોકો કોઇ એક સ્થળે સ્થાઇ ઘર બનાવીને રહેતા નહી. ૧૯૧૪માં ઇટલીના એક વૈજ્ઞાનિક અને સંશોધક ફિલિપ ડીએ રીમો ગ્લેશિયર શોધ્યું તેની ટીમનો લિડર પણ ગલવાન હતો. ૧૯૨૫માં ગુલામ રસુલનું મોત થયું હતું. આજે પણ ગલવાનની ચોથી પેઢીના વંશજો લેહમાં રહે છે અને જુનું મકાન પણ તેનું સાક્ષી છે.

૧૯૬૨માં પણ ચીન ભારત યુદ્ધ ગલવાનઘાટીથી શરુ થયું હતું

china-galwan-valley

ગલવાનઘાટી ૧૯૫૬માં ભારત અને ચીન વચ્ચે બનાવવામાં આવેલી કલેઇમલાઇનની પશ્ચિમમાં છે. ૧૯૬૦માં ભારતનો વિરોધ છતાં ચીને શ્યોક નદીના કાંઠા અને પર્વતોની બાજુમાં નદીની પશ્ચિમ દિશા તરફ ઘૂસણખોરી શરુ કરી હતી. ચીને ૨૦ ઓકટોબર ૧૯૬૨ના રોજ ભારત પર હુમલો કર્યો તેની શરુઆત પણ ગલવાનઘાટીથી થઇ હતી. એ સમયે ગલવાનઘાટીના રક્ષણ માટે ભારતના ૩૩ જવાનો શહિદ થયા હતા.

ચીને વધુ એક બટાલિયન મોકલીને ભારતના આ વિસ્તાર પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. ગત વર્ષથી દાયકાઓ પછી ફરી ગલવાન મુદ્વે જ ચીનનું આક્રમક વલણ જોવા મળ્યું હતું. ભારતે પોતાના નિયંત્રણ ધરાવતા વિસ્તારમાં બોર્ડર ઇન્ફાસ્ટ્રકચર મજબૂત બનાવતા ચીન સાંખી શકતું નથી. ચીન એલએસી પર ભારતની ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની કામગીરીને રોકવા માટે જ ગલવાનમાં વિવાદ ઉભા કરવા પ્રયત્ન કરે છે પરંત ચીનને બદલાયેલા ભારતનો બરાબર પરચો મળી ગયો છે આથી 1962ની ઘટનાનું પુનરાવર્તન કરવાનું ચીનનું સપનું કયારેય પુરું થશે નહી.

Read Also

Related posts

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari

ચેતવણી/હજુ પહેલા કરતા વધુ ખતરનાક બનશે કોરોના ! એક્સપર્ટનો દાવો- ઓમિક્રોન પછી પણ આવશે નવો વેરિએન્ટ

Damini Patel

બાપ રે! હવે ગર્ભવતી મહિલાઓને શિકાર બનાવી રહ્યો છે કોરોનાનો ઓમિક્રોન વેરિએન્ટ, લક્ષણો ન દેખાવા છતાં થઇ રહી છે સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!