GSTV

તમારા કામનું/ આધાર કાર્ડ અને PAN Cardમાં નામ અલગ છે તો આ રીતે કરો પ્રોબ્લેમ સોલ્વ, જાણી લો પ્રોસેસ

pan

Aadhaar Card, PAN Card: યુનિક આઇડેંટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI) દ્વારા જારી થનાર આધાર કાર્ડ એક ખૂબ જ મહત્વનો દસ્તાવેજ છે. સ્કૂલમાં બાળકના એડમિશનથી લઇને તમામ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ માગવામાં આવે છે. આધારની જેમ જ PAN Card પણ એક મહત્વનો દસ્તાવેજ છે. પૈસાની લેવડ-દેવડ અને ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે તેની જરૂર પડે છે.

pan

મોટાભાગે એવુ જોવા મળે છે કે આધાર અને PAN Cardના એક યુઝરના અલગ-અલગ નામ હોય છે અથવા તો સ્પેલિંગ અલગ અલગ હોય છે. તેવામાં યુઝરને સમજાતુ નથી કે તે શું કરે અને શું નહી. જો તમારા આધાર અને પેનમાં નામ અલગ-અલગ છે તો તમે તેમાં સુધારો કરાવી શકો છો.

આ રીતે આધાર કાર્ડમાં કરો ફેરફાર

આવુ તમે નજીકના આધાર રજીસ્ટ્રેશન સેન્ટર જઇને કરી શકો છઓ. અહીં તમારે આધારમાં સુધારો કરવા અંગેનું ફોર્મ ભરવાનુ છે. આ ફોર્મમાં સાચી વિગતો ભરવાની છે. આ સાથે જ આ ફોર્મમાં જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ અટેચ કરવાના છે. ડિટેલ્,સ અપડેટ કરાવા માટે 25થી 30 રૂપિયા ચાર્જ ચુકવવો પડશે. જો કે આ રકમ કેન્દ્રો અને જગ્યા પ્રમાણે અલગ હોય છે. તે બાદ તમારા નામમાં સુધારો કરી દેવામાં આવશે.

PAN Cardમાં નામમાં સુધારો કરવાની આ છે પ્રોસેસ

સાથે જ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ પોર્ટલ પર તમે PAN Cardમાં નોંધાયેલા તમારા નામમાં સુધારો કરી શકો છે. વેબસાઇટના હોમ પેજ પર ‘Application Type’ પર ‘Correction in Existing Pan’નો વિકલ્પ સિલેક્ટ કરવાનો છે. તે બાદ ‘Castegory’ ટાઇપ પસંદ કરવાનો છે અને નામમાં સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે. તે બાદ ‘Submit’ પર ક્લિક કરો. આ કામ માટે કેટલોક ચાર્જ પણ લેવામાં આવશે. અપડેટ કરવામાં આવેલુ PAN Card અરજદારને અરજી કર્યાના 45 દિવસોની અંદર મોકલી દેવામાં આવે છે.

Read Also

Related posts

ખેડૂતો-સરકાર વચ્ચેની 11મી બેઠક પણ નિષ્ફળ, કૃષિ મંત્રીએ કહ્યું- હવે આના કરતા વધુ સારું ના કરી શકીએ…

Ali Asgar Devjani

શરીરે સંપૂર્ણ સ્વસ્થ ને ફેફસાં પણ બરાબર છતાં પોણા પાંચ મહીનાથી આ મહિલા છે કોરોના સંક્રમિત

Pravin Makwana

આકાશ તો ઠીક હવે ભોંયતળીયે પણ જીવ બચી જશે/ બોરવેલમાં પડેલા બાળકોનો નહીં જાય જીવ, ગુજરાતના આ યુવાને બનાવ્યો છે રોબોટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!