GSTV

મસ્જિદની જગ્યાએ પાર્કમાં પઢતા હતા નમાજ, ફરિયાદ પર કાર્યવાહી કરતા પોલીસે લગાવી દીધો બેન

દેશની રાજધાની નવી દિલ્હીની નજીક આવેલા ઉત્તરપ્રદેશના નોઈડાના સેક્ટર -58માં આવેલા પાર્કમાં નમાજ પઢવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. એક ફરિયાદ પર કાર્યવાહી કરતા નોઈડા સેક્ટર-58ની પોલીસ ચોકીના અધિકારી દ્વારા આના સંદર્ભે આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે અહીંના પાર્કમાં કોઈપણ પ્રકારની ધાર્મિક ગતિવિધિની મંજૂરી નથી. તેમા શુક્રવારે અદા કરવામાં આવતી નમાજ પણ સામેલ છે. આ પાર્ક ઓથોરિટનો છે. જણાવવામાં આવે છે કે અહીં દશથી પંદર લોકો નમાજ પઢવા માટે આવતા હતા. પરંતુ જ્યારે લગભગ બસ્સો જેટલા લોકો નમાજ પઢવા માટે આવ્યા, તો અહીં ફરવા આવનારા લોકોએ તેના સંદર્બે પોલીસ ફરિયાદ કરી હતી.

નમાજ પઢવા માટે આવનારા લોકોએ સિટી મેજિસ્ટ્રેટની પણ મંજૂરી માંગી હતી. પરંતુ આવી પરવાનગી આપવામાં આવી ન હતી. સ્થાનિક પોલીસનું કહેવુ છે કે પાર્કની આસપાસ રહેલી કંપનીઓને આના સંદર્ભે સૂચિત કરી દેવામાં આવી છે. આવી કંપનીઓ તેમને ત્યાં કામ કરનારા મુસ્લિમ કર્મચારીઓ માટે નમાજ અદા કરવા માટે સ્થાન ઉપલબ્ધ કરાવે અને એવી પણ સૂચના આપે કે ખુલ્લા પાર્કમાં નમાજ અદા કરવામાં આવે નહીં. આદેશ પર વિવાદ થવાથી નોઈડા પોલીસે કહ્યું છે કે આ એક ફરિયાદ પર લેવામાં આવલો નિર્ણય છે.

આનાથી કોઈને કોઈ મુશ્કેલી નથી. આ વિસ્તારમાં શાંતિનો માહોલ છે. પાર્કમાં કોઈપણ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓ પર રોક છે. આમા નમાજ અથવા કોઈપણ પ્રકારના જાગરણ પણ સામેલ છે. પોલીસે પોતાના આદેશમાં જણાવ્યું છે કે અહીં રહેલી કંપનીઓ પોતાના કર્મચારીઓને આ આદેશની જાણકારી આપે. જો તેમ છતાં કોઈ કર્મચારી દ્વારા પાર્કમાં નમાજ પઢવામાં આવશે, તો આની જવાબદારી કંપની હશે.

ભાજપના પ્રવક્તા ડૉ. ચંદ્રમોહને કહ્યુ છે કે આ મુદ્દાને રાજકારણ સાથે જોડીને જોવો જોઈએ નહીં. સ્થાનિક વહીવટી તંત્રે એક ફરિયાદ પર આના સંદર્ભે નિર્ણય કર્યો છે. આ કાયદો અને વ્યવસ્થાનો મામલો છે. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનીલ યાદવે કહ્યુ છે કે તેઓ કંપનીઓને અપીલ કરે છે કે તેઓ મુસ્લિમ કર્મચારીઓને નમાજ પઢવા માટે સ્થાન ઉપલબ્ધ કરાવે.

જો આમ થઈ શકે તેમ હોય નહીં, તો આવા કર્મચારીઓને બ્રેક આપવામાં આવે કે જેથી તેઓ મસ્જિદમાં જઈને નમાજ પઢી શકે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા પણ હરિયાણાના ગુરુગ્રામમાં ખુલ્લામાં નમાજ પઢવા પર આવા પ્રકારનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને આ સિવાય ગુરુગ્રામમાં હિંદુ સંગઠનો દ્વારા પણ ખુલ્લામાં નમાજ પઢવાની બાબતનો વિરોધ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!