GSTV
Home » News » દક્ષિણપંથી સંગઠનોએ ગુરૂગ્રામમાં લોકોને નમાજ પઢતા રોકતા વિવાદ સર્જાયો

દક્ષિણપંથી સંગઠનોએ ગુરૂગ્રામમાં લોકોને નમાજ પઢતા રોકતા વિવાદ સર્જાયો

ગુરુગ્રામમાં આવા છ સ્થાનો પર લોકોને નમાજ પઢતા રોકવામાં આવ્યા હતા. આ સ્થાનો પર દર શુક્રવારે નમાજ પઢવામાં આવતી હતી. જેમાં સેક્ટર 53 ખાતેનો એક ખાલી પ્લોટ પણ સામેલ છે. સેક્ટર-53ના ખાલી પ્લોટ પર 20મી એપ્રિલે નમાજ પઢનારા કેટલાક લોકને રોક્યા બાદ વિવાદ પેદા થઈ ગયો હતો.

દક્ષિણપંથી સંગઠનો દ્વારા ગુરુગ્રામના અતુલ કટારિયા ચોક, સિકંદરપુર, ઈફ્કો ચોક, એમજી રોડ અને સાઈબર પાર્ક નજીકના પ્લોટમાં પણ નમાજ પઢવા એકઠા થયેલા લોકોને રોકવામાં આવ્યા હતા.

નેહરુ યુવા સંગઠન વેલફેર સોસાયટી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વાજિદ ખાને કહ્યુ છે કે ગુરુવારે પોલીસ અધિકારી સાથેની બેઠકમાં એ વાતની સંમતિ બની હતી કે મુસ્લિમ ત્રણ સ્થાનો પર નમાજ પઢશે નહીં. તેમણે કહ્યુ છે કે તેમને 34 સ્થાનો પર નમાજ નહીં પઢવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાંથી ત્રણ સ્થાનો માટે સંમતિ બની હતી. આ સ્થાનમાં સેક્ટર 53નો પ્લોટ, સિકંદરપુર અને અતુલ કટારિયા ચોકના સ્થાન સામેલ હતા. આ ત્રણ સ્થાનો પર નામજિયોની ભીડને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

બીજી તરફ હિંદુ સંગઠનો દ્વારા સાઈબર પાર્ક નજીકના ત્રણ સ્થાન, સહારા મોલની નજીકનો પ્લોટ અને ઈફ્કો ચોકની નજીકના એક સ્થાન પર જઈને લોકોને નમાજ પઢતા રોકવામાં આવ્યા હતા. આ સ્થાનો પર પોલીસની પણ તેનાતી હતી.

વાજિદખાને કહ્યુ છે કે સહારા મોલ નજીક આવેલા સ્થાન પર પહેલા તો પોલીસે તેમને નમાજ પઢવા દીધી નહીં. જ્યારે પોલીસ સાથે તેમની એક સમજૂતી સધાઈ તો એક જૂથ આવ્યું અને તેમણે તેમને જવાનું કહ્યુ હતુ. જ્યારે એક શખ્સે તસવીર લેવાની કોશિશ કરી હતી, તો તેનો ફોન તોડી નાખવામાં આવ્યો.

ઈફ્કો ચોક પર પણ તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમને અહીંથી જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પોલીસ અધિકારી સાથે મળીને આના સંદર્ભે વાતચીત કરવાનું પણ તેમણે જણાવ્યું છે.

ગુરુગ્રામની પોલીસના પીઆરઓ રવિન્દર કુમારે કહ્યુ છે કે તેમણે તમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જને આદેશ આપ્યો છે કે તેઓ ખાસ સ્થાનો પર પોલીસની તેનાતી કરે. જેથી કાયદો અને વ્યવસ્થાની જાળવી સુનિશ્ચિત કરી શકાય. હજી સુધી તેમને કોઈ ફરિયાદ મળી નથી.

ગુરુગ્રામના ડેપ્યુટી કમિશનર વિનયપ્રતાપ સિંહે કહ્યુ છે કે તમામ સ્થાનો પર પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. નમાજમાં અડચણ પેદા કરવાની કોશિશને વહીવટી તંત્ર સખ્તાઈથી રોકશે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વક્ફ બોર્ડને દરખાસ્ત કરવામાં આવી છે કે તેઓ નમાજ પઢી શકાય તેવા સ્થાનોની ઓળખ કરે.

Related posts

જે બાળકની એક કિડની નહોતી તેને 100 ઉઠક બેઠક કરાવી, બાળકના થયા એવા હાલ…

Bansari

પતિની આ ગંદી આદતે ફોર્ટિસની ડોક્ટર સોનમની છીનવી લીધી જીંદગી, એક વર્ષમાં થયુ બધુ જ બર્બાદ

Kaushik Bavishi

કાશ્મીરમાં EDએ આતંકીઓની 6 સંપતિઓ કરી જપ્ત, સૈયદ સલાઉદ્દીન સાથે કનેક્શન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!