GSTV

નમસ્તે ટ્રમ્પ: રોડ શોના રૂટને સેટેલાઇટથી સ્કેન કરાયુ, હથિયારધારી પોલીસને પણ ઉભા રહેવા નહીં મળે

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને પગલે અમદાવાદમાં તડામાર તૈયારી થઇ રહી છે. એટલું જ નહીં, પ્રેસિડેન્ટની સુરક્ષાને લઇને અભેદ કિલ્લાની જેમ સુરક્ષા વ્યવસૃથા ગોઠવી દેવામાં આવી છે તેમાંય અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટો સમગ્ર સુરક્ષા વ્યવસૃથા પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. સુરક્ષા વ્યવસૃથા એટલી હદે કડક ગોઠવાઇ છેકે, સિક્રેટ સર્વિસ એજન્ટોએ આદેશ આપતાં હવે ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો વખતે બંદોબસ્તમાં હિથયારધારી પોલીસને ય ઉભા રહેવા નહી મળે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટોએ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ,ગાંધીઆશ્રમથી માંડીને સમગ્ર રોડ શોના રૂટ પર અત્યારથી ચાંપતી નજર રાખી છે.

ચાર ટ્રક ભરાય એટલી તો ફક્ત સુરક્ષા સામગ્રી

યુએસ એરફોર્સના ત્રણ હરક્યુલસ પ્લેન સુરક્ષાની સાધન સામગ્રી લઇને અમદાવાદ આવી પહોચ્યાં છે. ચાર ટ્રક ભરાય તેટલી સુરક્ષાની સામગ્રીને આશ્રમ રોડની હોટલ હયાતમાં રાખીને સમગ્ર સુરક્ષાની વ્યવસૃથાની કામગીરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. સિક્રેટ સર્વિસ એજન્ટો પ્રેસિડેન્ટની સુરક્ષાનો અત્યંત ગુપ્ત રીતે પ્લાન ઘડી રહ્યાં છે. 400 સિક્રેટ સર્વિસ એજન્ટોએ અમદાવાદમાં ધામા નાખ્યાં છે. આજે વધુ એક હરક્યુલસ પ્લેન સુરક્ષાના સાધનો સાથે અમદાવાદ આવી પહોચ્યુ હતું. સિક્રેટ સર્વિસ એજન્ટોએ  આધુનિક સુરક્ષા સાધનોથી સમગ્ર રોડ શોના રૂટથી માંડીને મોટેરા સ્ટેડિયમ પર નજર રાખી રહ્યાં છે.

પોલીસ પાસે હશે ફક્ત ડંડા

સેટેલાઇટના માધ્યમથી જ સમગ્ર વિસ્તારનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત તો એ છે કે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ પર કોઇ હુમલો ન કરે તેવી ભીતિને પગલે રોડ શો વખતે હથિયારધારી પોલીસને ય ઉભા રહેવા નહી મળે. ટ્રમ્પ માટે સાત લેયરમાં સિક્યુરીટી ગોઠવાઇ છે તે જોતાં એસઆરપી સહિતની હિથયારધારી પોલીસને અતિમ તબક્કામાં ફરજ બજાવવી પડશે. આમ, રોડ શોમાં માત્ર પોલીસે ડંડાથી લોકોને કાબૂમાં કરવા પડશે.

Read Also

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!