GSTV

નમસ્તે ટ્રમ્પ: પાણી અને છાસનાં કાઉન્ટરો ઉભા કરાશે! સ્ટેડિયમમાં હાજર લોકોને આપવામાં આવશે આ નાસ્તો

મોટેરા

Last Updated on February 22, 2020 by Arohi

મોટેરા સ્ટેડિયમના લોકાર્પણ સમારોહમાં 24મીએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. બીજી તરફ અમદાવાદમાં અચાનક જ બપોરના સમયે ઉનાળા જેવી ગરમી શરૂ થઈ જતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એકત્ર જનમેદની માટે તેમજ રોડ-શોમાં ભાગ લેનારાઓ માટે પાણી ઉપરાંત છાસની સુવિધા આપવાનું પણ નક્કી થયું છે. આ માટે ત્રણ લાખથી વધુ છાસના ટ્રેટાપેક ખરીદવામાં આવનાર છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પીવાના પાણીના કાઉન્ટરોની સાથે જ છાસના કાઉન્ટરો ઉભા કરાશે.

આ છે નાસ્તાનું મેનું

પીવાના પાણીના સાત લાખ પેપર ખરીદવામાં આવ્યા છે. ઉપરાંત ટ્રેટાપેકનો પણ ઉપયોગ થયા બાદ નીચે ફેંકાવાના છે. એટલે સફાઈ કામદારોની સંખ્યા પણ વધારવામાં આવી છે. બીજી તરફ નાસ્તાની વ્યવસ્થાની કામગીરી સાતેય ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરોને સોંપવામાં આવી છે. 1200 થી 1500 કેલેરિઝ મળી રહે અને ઝડપથી બગડી ના જાય તેવું મેનુ પસંદ કરવા જણાવાયું છે. જેમાં સુખડી, મોહનથાળ, શીંગ, પુરી-શાક વગેરેનો સમાવેશ થાય છે. બસોમાં આવનારાઓને બસોમાં જ પેપર ડિસમાં નાસ્તો અપાઈ જશે.

ચાલી રહ્યો છે મિટિંગોનો દોર

રાજકીય પાંખ દ્વારા એકત્ર થનાર ભીડની સંખ્યા કેટલી હશે અને એ માટે કેટલી ડિસો નક્કી કરવી તે આંકડો મોડી મળનારી મિટીંગમાં નક્કી થનાર છે. ટ્રમ્પ ગાંધીઆશ્રમ જવાના છે કે નહીં તે અંગે હજુ પણ દ્વિધાનું વાતાવરણ પ્રવર્તે છે. પરંતુ તેઓ ત્યાં જવાના છે જ એ બાબત ધ્યાનમાં રાખીને આયોજન થઈ રહ્યું છે. એટલે રોડ-શો લંબાતા મ્યુનિ.એ તેની વ્યવસ્થામાં પણ વધારો કરવાનો રહેશે. આ સંજોગોમાં મ્યુનિ.ના ડે. કમિશનરો, અધિકારીઓ, એન્જિનિયરો વગેરેની મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. મોટાભાગની બાબતો મોડી સાંજની મિટીંગમાં નક્કી થઈ જશે તેમ એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

પબ્લિસિટી વિભાગે આઠ લાખ AMC-JALના પેપર કપ છપાવ્યા

સોમવારના રોજ મોટેરા સ્ટેડીયમ ખાતે આયોજીત મુખ્ય કાર્યક્રમમાં આવનારા લોકોને પીવાનુ પાણી આપવા માટે મ્યુનિ.ના પબ્લિસિટી વિભાગ તરફથી એએમસી જલના તેમજ મ્યુનિ.ના લોગો સાથેના આઠ લાખ જેટલા પેપર કપ છપાવાયા છે.સ્વચ્છ ભારતના સૂત્ર સાથે તૈયાર કરાવાયેલા આ પેપર કપ પાછળ મ્યુનિ.પબ્લિસિટી વિભાગ દ્વારા અંદાજે બાર લાખથી વધુની રકમ ખર્ચ કરાઈ હોવાનુ પ્રાથમિક અનુમાન હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,મોટેરા ખાતે સોમવારના મુખ્ય કાર્યક્રમ અગાઉ મ્યુનિ.ના હેલ્થ વિભાગ અને ઈજનેર વિભાગે સંકલનમાં રહી પીવાનુ પાણી પહોંચતુ કરવાની કામગીરી પુરજોશમાં આરંભી દીધી છે.દરમિયાન મ્યુનિ.ના પબ્લિસિટી વિભાગ દ્વારા એક લાખ લોકોની સંભવિત હાજરી સામે આઠ લાખ પેપર કપ તૈયાર કરાવ્યા છે.પેપર કપ ઉપર એએમસી જલ અને મ્યુનિ.ના લોગોની સાથે સ્વચ્છ ભારતનું સૂત્ર પણ છે.

એક સાથે આઠ લાખ પેપર કપની ખરીદી અને તેના પરના લખાણની અંદાજીત કીંમત પુછતા મ્યુનિ.સૂત્રોનું કહેવુ છે કે,એક પેપર કપ દોઢથી બે રૂપિયાની કીંમતનો ગણો તો પણ અંદાજે રૂપિયા બાર લાખથી વધુની રકમનો પેપર કપ પાછળ ખર્ચ કરાયો છે.જો કે આ અંગે પબ્લિસિટીના ઈન્ચાર્જ અધિકારીએ કીંમત અંગે કાઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે.

Read Also

Related posts

શું તમે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાના છો તો તમારે રાખવું પડશે ખાસ ધ્યાન, એરપોર્ટ 31 મે સુધી દરરોજના 9 કલાક રહેશે બંધ

pratik shah

27 ટકા અમદાવાદીઓ બીજો ડોઝ લીધા વગર ફરી રહ્યા છે!, જલ્દી કરો નહીંતર તંત્ર તરફથી આવશે કોલ…

pratik shah

અમદાવાદીઓ હવે ચિંતાજનક સ્થિતિ! હોસ્પિટલોમાં OXYGEN-ICU બેડમાં દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો, બે સંક્રમિતોના મોત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!