સુપ્રીમ કોર્ટે રાજીવ ગાંધીની હત્યા મામલે નલિની શ્રીહરન અને પી-રવિચંદ્રન સહી 6 આરોપીઓને સજાના સમય પહેલા જ માફી આપીને જેલ મુક્ત કર્યા છે.

જો કે જેલમાંથી બહાર નીકળતાની સાથે જ રવિચંદ્રન અને નલિનીએ વિકટીમ કાર્ડ રમવાનું શરૂ કરી દીધું છે. રવિ ચંદ્રને કહ્યું હતું કે, ઉત્તર ભારતના લોકોએ અમને આતંકી કે હત્યારાના રૂપમાં જોવા કરતા પીડીતના રૂપમાં જોવા જોઈએ ત્યારે નલીનીએ દાવો કર્યો હતો કે આટલા વર્ષો હું એ વિશ્વાસ સાથે જ જીવી શકી છું કે હું નિર્દોષ છું. જો હું આરોપી હોત તો ઘણા સમય પહેલા જ મારી જીવન લીલા સમાપ્ત કરી લેત.

શું તમને લાગે છે કે મેં પૂર્વવડાપ્રધાનની હત્યા કરી છે? મારી ઉપર હત્યાના 17 મામલા નોંધવામાં આવ્યા છે. રવિચંદ્રને કહ્યું હતું કે સમય અને સત્તા જ નક્કી કરે છે કે કોણ આરોપી છે અને કોણ સ્વતંત્રતા સેનાની. સમય જ બતાવશે કે અમે નિર્દોષ છીએ અને આતંકવાદી હોવાનો ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી