GSTV
Home » News » નલિયા સેક્સ કાંડ : જસ્ટિસ દવે કમિશનનો તપાસ અહેવાલ ગૃહ વિભાગમાં કરાયો રજુ

નલિયા સેક્સ કાંડ : જસ્ટિસ દવે કમિશનનો તપાસ અહેવાલ ગૃહ વિભાગમાં કરાયો રજુ

નલિયા સેક્સ કાંડની તપાસ અંગે જસ્ટિસ દવે કમિશનનો તપાસ અહેવાલ ગૃહ વિભાગમાં આવી ગયો હોવા છતા તે હજુ વિધાનસભામાં રજૂ કરાયો છે. ગત 31 ડિસેમ્બર 2018 ની સ્થિતિ પ્રમાણે તપાસ અહેવાલ ગૃહ વિભાગ પાસે આવી ગયો છે પણ હજુ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો નથી.

જો કે આ મામલે ગૃહ વિભાગે વિચારણા ચાલુ છે તેવો જવાબ આપી સમગ્ર મામલાનો છેદ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે.. કમિશન ઓફ ઇન્કવાયરી એકટ 1952 મુજબ રચાયેલા કમિશનનો એક્શન ટેકન રિપોર્ટ સરકારને મળ્યા બાદ 6 મહિનામાં ગૃહમાં મૂકવાની જોગવાઇ છે.. મહત્વનું છે કે કરછ જિલ્લાના નલિયા ખાતે થયેલા સેક્સ કાંડ અંગે રાજ્ય સરકારે જસ્ટિસ દવે કમિશનની નિમણુક કરી હતી.

16 માર્ચ 2017 ના રોજ કમિશનની રચના થઈ હતી અને પાંચ જૂન તથા 20 સપ્ટેમ્બર 2018 એમ બે વખત કમિશનની મુદતમાં વધારો કરાયો હતો.છેલ્લા બે વર્ષમાં કમિશન પાછળ 84 લાખ 33 હજાર 735 નો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ કમિશનનો રિપોર્ટ જે રીતે અભરાઈએ ચડાવી દેવાયો છે તેનાથી સ્પષ્ટ છે કે સરકારને આ રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં કે પછી તેના આધારે પગલા ભરવામાં રસ નથી.

READ ALSO

Related posts

‘જજ સાહેબ આજે મૂડ ખરાબ છે સુનાવણી મોકુફ રાખો’ હાઈકોર્ટમાં વકીલની વિચિત્ર માંગ

Arohi

આ રાજ્યનું એરપોર્ટ અદાણીને સોંપાયુ, રાજ્ય સરકારે સુપ્રીમમાં પડકાર્યો નિર્ણય

Arohi

અયોધ્યામાં જમીન મળ્યા બાદ સુન્ની વકફ બોર્ડ મસ્જિદ બનાવવાની જગ્યાએ એ કામ કરવા જઈ રહી છે જે સાંભળી તમે ખૂશ થઈ જશો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!