દાંતા તાલુકામા ઉનાળાના પ્રારંભથી જ પાણીની સમસ્યા સર્જાઇ છે પાસિયા અને રાણીકા ગામોમા મહિલા ઓ 2 કિલોમીટર દૂરથી પાણી લાવી પીવા માટે મજબુર છે જ્યારે પશુપાલકો ને પશુઓ માટે પીવા પાણી નથી જ્યારે નલ સે જળ યોજનામા માત્ર નળ છે પાણી નથી. ધોમધખતા તાપમાં મહિલાઓ બાળકો એક બેડુ પાણી માટે 2-2 કિલોમીટર દૂર જવા મજબૂર બન્યા છે.

આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારના. અહીં ઉનાળાના પ્રારંભે જ પાણીની મોકાણ છે લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં પીવાના પાણીનો પ્રશ્ન ખૂબજ વિકટ છે. પાસીયા અને રાણીકામાં પીવાના પાણીની એટલી બધી તકલીફ છે કે લોકોને પીવાનું પાણી માંડ મળે છે તેમાં પશુઓની વ્યવસ્થઆ કેવી રીતે કરવી તે એક મોટો સવાલ સર્જાયો છે.

અહીં સરકારની નલ સે જલ યોજના અંતર્ગત નળ તો આવ્યો પણ પાણી ક્યારેય આવ્યુ જ નથી જેના કારણએ લોકોની હાડમારીમાં કોઇ ફરક પડયો જ નથી. અંતરિયાળ વિસ્તારના લોકોનું જીવન ખેતી પર નિર્ભર છે. અહીં ખેતીની વાત તો દૂર રહી પરંતુ, પીવાના પાણીની પણ સમસ્યા છે. આવી સ્થિતીમાં લોકોની હાલત જાયે તો જાયે કહા જેવી છે.
Read Also
- એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ Ponniyin Selvanનું ટીઝર થયુ પોસ્ટપોન, મેકર્સે આપ્યું આ કારણ
- શમશેરાના ટ્રેલર લોન્ચ માટે જઈ રહેલા રણબીર કપૂરને નડયો અકસ્માત
- કોરોના કવચ / 7 થી 11 વયના બાળકોને અપાઈ શકે છે Covovax વેક્સિન, સરકારી સમિતિએ કરી ભલામણ
- મંત્રી ગડકરીની નવી જાહેરાત / વાહનોને અકસ્માત પરીક્ષણોના આધારે મળશે સ્ટાર રેટિંગ, સુરક્ષિત વાહનો માટે થશે ઉપયોગી
- એક પાલતું પશુ વર્ષમાં છોડે છે 80 થી 120 કિલો મીથેન ગેસ, 1 વર્ષ કાર ચલાવવા જેટલું પર્યાવરણને થાય છે નુકસાન