સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી સામે આવી રહ્યાં છે. ત્યારે મહારાષ્ટ્રમાં પણ સતત વધતી જઇ રહેલી કોરોનાની ઝડપ ચિંતાજનક બની ગઇ છે. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ અનેક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યાં છે. ત્યારે તાજેતરમાં જ એક્ટર નકુલ મહેતાએ જાણકારી શેર કરી હતી કે, તેઓને કોરોના થઇ ગયો છે. એટલે કે હવે તેઓનો પરિવાર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમની પત્ની જાનકી મહેતા અને પુત્ર સુફી મહેતા પણ કોરોના સંક્રમિત થયાં છે.

નકુલનો પુત્ર પણ કોરોના પોઝિટિવ
‘બડે અચ્છે લગતે હૈ’ ફેમ નકુલ મહેતાની પત્ની જાનકી મહેતાએ પુત્ર સૂફીના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ તસવીરો હોસ્પિટલ તરફથી શેર કરવામાં આવી છે. આ તસવીરોમાં તે સુપરમેનના પોશાકમાં જોવા મળી રહ્યો છે. સૂફીનાં વિશે હેલ્થ અપડેટ્સ આપતા જાનકીએ એક ઈમોશનલ નોટ પણ લખી છે. જાનકીએ સારા સમાચાર શેર કર્યા છે કે, સૂફી તાજેતરમાં 11 મહિનાની થઈ ગઇ છે.
જાનકીએ લખ્યું છે કે- “અમને એ બાબતનો અહેસાલ તો હતો જ કે હાલમાં અથવા તો ગમે ત્યારે આપણે પણ કોરોનાનો ભોગ તો બનવું જ પડશે. પરંતુ ગયા અઠવાડિયે જે બન્યું તે અમે વિચાર્યું પણ ન હોતું. જેમ તમે જાણો છો કે 2 અઠવાડિયા પહેલાં મારા પતિ નકુલને કોરોના થયો હતો. મે પણ તેના લક્ષણો પાછળથી જોવા મળ્યાં. મને ખ્યાલ જ ન હોતો કે આવનારા સમયમાં હું કેટલી મુશ્કેલીનાં દિવસો જોઇશ. સુફીને 2 દિવસ પહેલાં તાવ આવ્યો. મારા પોઝિટિવ આવ્યાના એક દિવસ બાદ અડધી રાત્રે અમે સૂફીને હોસ્પિટલ લઈ ગયાં. મારો પુત્ર કોવિડ ICUમાં દાખલ હતો. અમે ખૂબ જ મુશ્કેલનાં દિવસો જોયા. જો કે, મારા ફાઇટર બાળકે આ સાથે બરાબર લડાઇ કરી એટલે કે ઝઝૂમ્યો. 3 દિવસ પછી તેનો તાવ મટી ગયો.” તમને જણાવી દઇએ કે, આ અંગેની જાણકારી ખુદ જાનકીએ વિસ્તારમાં ઇન્સ્ટા પર નોટ કરીને શેર કરી છે.

READ ALSO :
- ભાવનગરની મહિલા કોલેજ આવી વિવાદમાં, કોલેજના આચાર્યની મનમાની સામે રોષ
- Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…
- એક ફોન કૉલથી ખાલી થઇ શકે છે તમારુ બેંક એકાઉન્ટ! આ ટિપ્સ ફોલો કરીને ફ્રોડથી બચો
- હાર્દિક પંડ્યાએ T20 ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારત તરફથી ધોની અને કોહલી પણ નથી કરી શક્યા આવું
- મહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણમાં હવે દાઉદ ઈબ્રાહીમના નામની એન્ટ્રી, એકનાથ શિંદેના એક Tweetએ મચાવી બબાલ