સુકાઇ ગયેલી નેઇલ પેઇન્ટનો કેવી રીતે કરશો સ્માર્ટ ઉપયોગ? આ છે Tricks

નખને સુંદર બનાવવા માટે છોકરીઓ મોંઘામાં મોંઘા નેઇલ પેઇન્ટનો ઉપયોગ કરે છે. કેટલીક છોકરીઓ પાસે તો નેઇલ પેઇન્ટનું એટલું બધુ કલેક્શન હોય છે કે તેનો ઉપયોગ ન થવા પર તે ઝડપી સુકાઇ જાય છે. લોકો તેને બેકાર સમજીને તેને ફેંકી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે નેઇલપૉલિશને તમે માત્ર હાથને સજાવવા માટે જ નહીં પરંતુ બીજી કેટલીય રીતે તેનો ઉપયોગ કરી શકાય છે. 

1. ચાવીઓ ઓળખવા માટે

ઘરની બધા રૂમની અથવા તિજોરીઓની ચાવીઓ એક જેવી હોવાને કારણે કન્ફ્યુઝન થતુ હોય છે. ઘણીવાર ચાવીને ઓળખવી જ મુશ્કેલ બની જાય છે. તેના પર અલગ-અલગ નેઇલ પેઇન્ટ લગાવીને તેની ઓળખ કરી શકાય છે. 

2. એન્વેલપ સીલ કરવા માટે

કોઇ જરૂરી પેપરને એન્વેલપમાં નાંખીને તેને સીલ કરવું છે તો ગુંદરની જગ્યાએ નેઇલ પોલિશનો ઉપયોગ કરી શકો છો. તેનાથી એન્વેલપ સીલ કરવામાં સરળતા રહેશે. 

3. સોયમાં દોરો પોરવવા

સોયના નાનકડા છિદ્રમાં દોરી પોરવવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. તેને સરળ બનાવવા માટે નેઇલ પૉલિશનો ઉપયોગ કરી શકાય છે. દોરીને નેઇલ પેઇન્ટમાં ડુબાડો અને સુકાવા દો. જ્યારે તે કડક થઇ જાય ત્યારે સોયમાં સરળતાથી દોરી નાંખી દો. 

4. કપડાના છિદ્રને છુપાવવા માટે

ઘણીવાર કપડા પર નાનકડા કાણાં પડી જતા હોય છે. કાણું મોટું ન થાય તે પહેલાં પારદર્શી કલરની નેઇલ પેઇન્ટ છિદ્ર પર લગાવી દો. છિદ્ર મોટું નહીં થાય. 

5. પેચ ટાઇટ કરવા માટે

ટૂક બૉક્સના પેચ મોટાભાગે ઢીલા રહી જાય છે તો પેચ લગાવ્યા બાદ તેના પર નેઇલ પેઇન્ટનું લેયર લગાવી દો. પેચ પડશે નહીં. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter