GSTV
Home » News » બિનભાજપી સરકારમાં મમતાનો રોલ કદાવર હશે, આ નેતાને કર્યા મોં ફાટ વખાણ

બિનભાજપી સરકારમાં મમતાનો રોલ કદાવર હશે, આ નેતાને કર્યા મોં ફાટ વખાણ

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે કેન્દ્રમાં નવી બિનભાજપી સરકાર બનાવવામાં તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારે તેલુગુદેશમ પાર્ટીના ચંદ્રબાબુએ એવો આક્ષેપ કર્યો કે પ.બંગાળમાં ભાજપ મુખ્યમંત્રી સામે રાજકીય રીતે લડવામાં નિષ્ફળ ગયો છે.

એટલે તેઓ સાંપ્રદાયિક કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે નાયડુ તૃણમુલ કોંગ્રેસના સમર્થનમાં રેલીઓ કરવા માટે બે દિવસ પ.બંગાળના પ્રવાસે આવ્યા છે. અને ગુરૂવારે તેમની ખડગપુરમાં મમતા બેનર્જી સાથે બેઠક યોજાઇ રહી છે. ત્યારે આ બાબતે નાયડુએ પ.બંગાળ પહોંચ્યા હતા.

જ્યારે પ.બંગાળ પહેલા નવીદિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે બેઠક પણ યોજી હતી. ત્યારે બંને નેતાઓએ લોકસભા ચૂંટણીના પરિણામોના બે દિવસ અગાઉ ર૧ મે ના રોજ વિપક્ષી નેતાઓની બેઠક યોજવા અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. જેથી પરિણામો આવ્યા પછીના રાજકીય જોડાણની રૂપરેખા તૈયાર કરી શકાય.

READ ALSO

Related posts

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

આ લોકસભા ચૂંટણીઓમાં સાવ ખોટા પડ્યા હતા Exit Poll, શું થશે આ વખતે?

NIsha Patel

મિથુન ચકવર્તીના સંતાનો તેને મિથુન કહીને જ શા માટે બોલાવે છે ? જાણો રસપ્રદ વાત

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!