GSTV

નગરોટા એન્કાઉન્ટર પર સુરક્ષાએજન્સીનો મોટો ખુલાસો, સુરંગ બનાવીને સાંબામાં દાખલ થયા હતા આતંકીઓ

નગરોટા એન્કાઉન્ટરની તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓએ એટો મોટો ખુલાસો કર્યો છે. તપાસ એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાન તરફથી આવનારા આતંકીઓએ ભારતમાં ઘુસણખોરી માટે સુરંગનો પ્રયોગ કર્યો છે. આ આતંકી પાકિસ્તાનના શકરગઢથી સાંબા સેક્ટરમાં સુરંગના માધ્યમથી ઘુસ્યા હતા. શંકા છે કે, આતંકીઓ પાસેથી કબ્જે કરવામાં આવેલા સામાનમાંથી હથિયારો અને બારૂદ પહેલાથી જ ટ્રકમાં હાજર હતા. સુરક્ષા એજન્સીઓએ દાવો કર્યો છે કે સીમા પર તારબંદીની સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી.તેવામાં તેમ માનવામાં આવી રહ્યું છે કે, સાંબા સેક્ટરમાં સુરંગના માધ્યમથી જ આતંકીઓ દાખલ થયા હતા. જો કે, આતંકી દ્વારા સુરંગ બનાવીને સીમા પાર કરવાનો આ કોઈ પહેલો કેશ નથી.

મોટી યોજના બનાવી રહ્યાં હતા જમ્મુમાં માર્યા ગયેલા જૈશ આતંકીઓ

નગરોટાની પાસે જમ્મુમાં ગુરૂવારે થયેલી મુઠભેડમાં માર્યાં ગયેલા જૈશના આતંકી મોટી પ્રમાણમાં હથિયાર અને ગોલા બારૂદ લઈને જઈ રહ્યાં હતાં. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, તેની પાસેથી 11 એકે 47 રાઈફલ અને પિસ્તોલ કબ્જે કરવામાં આવી છે. પૂરી સંભાવના છે કે કોઈ મોટી યોજના બનાવી રહ્યાં હતાં. આ ચારો કાશ્મીર તરફ જનારા એક ટ્રકમાં યાત્રા કરી રહ્યાં હતાં. આ ટ્રકને ટોલ પ્લાઝાની પાસે પોલીસે રોકી હતી. જે બાદ થયેલી મુઠભેડમાં ચારો આતંકીઓ માર્યા ગયાં હતાં.

ટ્રક રોકીને ડ્રાઈવરની પુછપરછ કરતા તે ભાગ્યો

ગુરૂવારે સવારે 5 વાગ્યાની આસપાસ આતંકીઓને લઈને જઈ રહેલી ટ્રકને જ્યારે રોકવામાં આવી તો પૂછપરછમાં ડ્રાઈવર અચકાયો અને તે કુદીને ભાગવા લાગ્યો હતો. પોલીસની ટીમ પર ટ્રકની અંદરથી ગોળીઓ ચાલી હતી. અને વળતા જવાબમાં જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓ માર્યાં ગયાં હતાં. તેની પાસેથી 11 એકે 47 રાઈફલ અને 3 પિસ્તોલ સહિત મોટા પ્રમાણમાં દારૂગોળો મળી આવ્યો હતો. દરેક આતંકીઓ ઓછામાં ઓછી 3 એકે 47 રાઈફલ લઈને જઈ રહ્યાં હતાં. જણાવી દઈએ કે આ વર્ષે જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય હાઈવે પર આ બીજી એવી મુઠભેડ હતી. આ પહેલા જાન્યુઆરીમાં 3 આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યાં હતાં. જ્યારે તે આ પ્રકારના ટ્રકની અંદર છુપાઈને જઈ રહ્યાં હતાં.

Related posts

જૂનાગઢ/ સીએમ રૂપાણીએ સાસણના વિકાસના કામોનું નું કર્યું ઈ ખાતમુહુર્ત, કોંગ્રેસના આ નેતા પણ રહ્યા હાજર

pratik shah

કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશ ખબર, વધેલ મોંઘવરી ભથ્થા સાથે આવશે સેલરી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!