GSTV
Home » News » 100 સ્માર્ટ સિટીના રેન્ક જાહેર, મહારાષ્ટ્રના નાગપુર શહેરે મેળવ્યો પ્રથમ ક્રમ

100 સ્માર્ટ સિટીના રેન્ક જાહેર, મહારાષ્ટ્રના નાગપુર શહેરે મેળવ્યો પ્રથમ ક્રમ

કેન્દ્રીય હાઉસીંગ અને અર્બન મંત્રાલય દ્વારા વર્ષ 2019ના ફેબ્રુઆરી મહિના માટે 100 સ્માર્ટ સિટીના રેન્ક જાહેર કર્યા છે. 100 શહેરોના રેન્કિંગમાં મહારાષ્ટ્રના નાગપુર શહેરે પ્રથમ ક્રમ મેળવ્યો છે. નાગપુરને કુલ 360.21 અંક મળ્યા છે. જ્યારે કે મધ્યપ્રદેશના ભોપાલ શહેરે 329.32 અંક સાથે બીજો ક્રમ હાંસલ કર્યો છે. તો ઝારખંડની રાંચીએ 272.02 અંક સાથે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગુજરાતના શહેરોની વાત કરીએ તો. ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરાએ હરણફાળ ભરી ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદે 265.35 અંક સાથે અમદાવાદ દેશભરમાં ચોથા ક્રમે. 226.37 અંક સાથે સુરત પાંચમાં ક્રમે અને 223.58 અંક સાથે વડોદરા છઠ્ઠા ક્રમે છે. જ્યારે કે વિશાખાપટ્ટનમ સાતમા. પૂણે આઠમા. ઝાંસી નવમા અને દાવણગેરે 10માં સ્થાને છે. ગુજરાતના અન્ય સ્માર્ટ સિટીની વાત કરીએ તો રાજકોટ 34માં ક્રમે છે. જ્યારે કે ગુજરાતનું પાટનગર ગાંધીનગર 62માં ક્રમે છે.

Related posts

સોશિયલ મીડિયા પર સરકાર લગાવશે લગામ, સુપ્રીમમાં દાખલ કર્યું એફિડેવિટ

Kaushik Bavishi

સુપ્રીમે જામીન આપ્યા છતાં ચિદમ્બર ઘરે નહીં ઉજવી શકે દિવાળી, આ એજન્સી વિલન બની

Arohi

અવાજની ગતિ કરતાં 5 ગણી ઝડપે ત્રાટકશે આ મિસાઇલ, વિશ્વમાં કોઈ દેશ પાસે નથી આ ટેકનોલોજી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!