GSTV
Home » News » 32 વર્ષના નરાધમ ઢગાએ 5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી, જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

32 વર્ષના નરાધમ ઢગાએ 5 વર્ષની માસૂમ બાળકીને પીંખી નાંખી, જંગલમાંથી મળ્યો બાળકીનો મૃતદેહ

દેશભરમાં મહિલાઓ અને બાળકીઓ વિરૂદ્ધ થઈ રહેલા ગુનાઓની ઘટનાને લઈને પ્રદર્શનો થઈ રહ્યાં છે, તેમ છતાં દુષ્કર્મની ઘટનાઓ રોકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક શર્મજનક કિસ્સો મહારાષ્ટ્રના નાગપુરમાં સામે આવ્યો છે, જ્યાં એક 32 વર્ષના શખ્સે 5 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો જે બાદ તેની હત્યા કરી દીધી. નાગપુર ગ્રામીણ એસપી રાકેશ ઓલાએ જણાવ્યું કે બાળકીનો મૃતદેહ નજીકના જંગલમાંથી મળી આવ્યો હતો. આ ઘટના નાગપુરના કલમેશ્વસ વિસ્તાર અંતર્ગત આવતા લિંગા ગામની છે. જ્યાં 32 વર્ષના એક નરાધમે 5 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો જે બાદ તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આ મામલે તપાસ કરી નરાધમ આરોપીની ધરપકડ કરી છે.

READ ALSO

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!