GSTV
Home » News » ભારતમાં વસતા અને ભારતમાં જન્મેલા તમામ વ્યક્તિ ભારત પુત્ર છે

ભારતમાં વસતા અને ભારતમાં જન્મેલા તમામ વ્યક્તિ ભારત પુત્ર છે

તો નાગપુર ખાતે સંઘના કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે સંબોધન કરતા કહ્યું હતું કે, સંઘ દર વર્ષે સમાજના અલગ-અલગ લોકોને બોલાવે છે. પ્રણવ મુખર્જીને સંઘના કાર્યક્રમમાં બોલાવ્યા અને શા માટે બોલાવ્યા. આ બધી ચર્ચા બેકાર છે. પ્રણવ મુખર્જી છે અને રહેશે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત હાજર રહેલા તમામ અતિથિઓનો આભાર માન્યો.

મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં વસતા અને ભારતમાં જન્મેલા તમામ વ્યક્તિ ભારત પુત્ર છે. સંઘ માટે હિન્દુઓ માટે છે એવું નથી. સંઘ સર્વસમાજ માટે છે. તેમણે કહ્યું કે દેશને અનેક મહાપુરૂષોએ ઉભો કર્યો છે. આપણા મત અલગ અલગ હોઇ શકે છે. દેશમાં કોઇ દુશ્મન નથી. આપણે બધા ભારત માતાના સંતાન છીએ. વિવિધતાને સ્વિકાર કરવી સારી વાત છે. આપણે બધાએ એક થઇને દેશની સેવા કરવી પડશે.

તેમણે કહ્યું કે, ડોક્ટર હેડગેવારે પોતાના માટે કંઇ કરવાની જરૂરિયાત ન હતી. તેઓ કોંગ્રેસના કાર્યકર પણ રહ્યા. અને જેલ પણ ગયા. તેઓ સમાજ સુધારકોની સાથે પણ રહ્યાં. ભાગવતે કહ્યું કે સંઘ ડેમોક્રેટીક માઇન્ડવાળું સંગઠન છે. જે તમામ વર્ગોને સાથે લઇને ચાલે છે. સમાજમાં વિદ્યાનો ઉપયોગ જ્ઞાન ફેલાવવા માટે કરો. ધનનો ઉપયોગ દાન માટે કરો અને શક્તિનો ઉપયોગ રક્ષણ માટે કરવો જોઇએ.

Related posts

કઢંગી હાલતમાં પ્રેમી પંખીડા એકબીજામાં હતાં ઓતપ્રોત અને પાછળથી લોકો આવી જતા જે થયું…

Bansari

ઘોર કળિયુગ : કોઈ મોટર સાઈકલમાંથી હેલમેટ ચોરી ગયું

Mayur

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!