GSTV
Gujarat Government Advertisement

કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારી અભિનેત્રી નગ્મા ફરી કોરોના પોઝિટિવ આવતા, સેલેબ્સે આપી દુવા

Last Updated on April 8, 2021 by Pravin Makwana

અત્યાર સુધીમાં કોરોનાની ઝપેટમા બોલીવુડના ઘણા બઘાં સિતારા આવી ચૂક્યા છે. આ લાંબા લીસ્ટમાં અભિનેત્રીથી નેતા બની ચુકેલી નગ્મા પણ આવી ચૂકી છે. અભિનેત્રી નગ્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી નગ્માએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોની માહિતી નગ્માએ ટ્વિટ કરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. પરંતુ મને કોરોના લક્ષણ જણાતા મેં ફરી કોરોના ટેસ્ટિંગ કરવતા ફરી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નગ્મા માટે સેલેબ્સે દુવા કરી

અભિનેત્રી નગ્માનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેની માહિતી તેમણે ટ્વિટ કરી આપતા અન્ય સેલેબ્સે નગ્મા માટે પ્રાર્થના કરી હતી. જેમાં સોની રાજદાને જણાવ્યું હતું કે કૃપયા અપના ખ્યાલ રખે ઔર એક બાર ફીર ટેસ્ટ કરવા લેના તેમ જણાવ્યું હતું. અભિનેત્રી અંજુ મહેદ્રએ જણાવ્યું હતું કે ‘ નગ્મા બેબી અપના ખ્યાલ રખના તેમ જણાવ્યું હતું.

નગ્માની ફિલ્મી સફર પર એક નજર

અભિનેત્રી નગ્માએ વર્ષ 1990મા સલમાન ખાન સાથે ફિલ્મ બાગી ફિલ્મથી હિન્દી સિનેમામાં એન્ટ્રી મારી હતી. ત્યાર પછી તેમણે સુહાગ અને કિંગ અંકલ, લાલ બાદશાહ, જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી ઉપરાત તેમણે તેલુગું અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. છેલ્લી વાર તેમણે વર્ષ 2008માં ભોજપુરી ફિલ્મમાં કામ કર્યું હતું.

READ ALSO

 

 

 

 

Gujarat Government Advertisement

Related posts

જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો

Bansari

ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી

Bansari

કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!