GSTV
Gujarat Government Advertisement

કંગના રનૌતને લઈ નગ્માએ શેર કર્યા મિમ, ડિજિટલ ટીમે આપ્યો જડબાતોડ જવાબ

Last Updated on July 24, 2020 by Ankita Trada

બોલિવૂડની ‘ક્વીન’ કંગના રનૌત તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે. કંગના તેના સ્પષ્ટ નિવેદનો માટે પણ જાણીતી છે. હાલમાં સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ તે વધુ આક્રમક બની ગઈ છે અને બોલિવૂડના ઘણા સ્ટાર્સને સતત નિશાન બનાવી રહી છે. આવી સ્થિતિમાં સેલેબ્સ પણ કંગનાના નિવેદનો પર સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં જ ભૂતપૂર્વ અભિનેત્રી અને રાજકારણી નગ્માએ પણ તેના ટવિટર એકાઉન્ટ પર કંગના વિશે એક મિમ શેર કર્યો હતો, જેમાં તેણે નેપોટીઝમના નામે કંગનાને નિશાન બનાવી હતી. આ મિમમાં તેણે જણાવ્યુ હતું કે કંગનાની આખી કારકિર્દી નેપોટીઝમના આધારસ્તંભ પર ઉભી છે. કંગના આ મિમમાં આદિત્ય પંચોલી, મહેશ ભટ્ટ, ઇમરાન હાશ્મી અને રિતિક રોશનની સામે જોવા મળી રહી છે. નગ્માના આ ટ્વીટ પર કંગનાની ડિજિટલ ટીમે જવાબ આપ્યો છે.

કંગનાની ડિજિટલ ટીમે જવાબ આ

કંગનાની ટીમે ટવીટર પર લખ્યું કે, “નગ્માજી, આદિત્ય પંચોલી તેનો બોયફ્રેન્ડ ન હતો”. કંગનાએ ઘણી વાર આ વાતને સાફ કરી છે. શરૂઆતમાં આદિત્યએ તેને વચન આપ્યું હતું કે તેનો માર્ગદર્શક તરીકે રહેશે, પરંતુ પછીથી તે તેના માટે મુશ્કેલી ઉભી કરનારો બની ગયો હતો. જ્યારે પણ તે ઓડિશન માટે અથવા ફિલ્મના શૂટિંગ માટે જાય ત્યારે આદિત્ય તેને માર મારતો, અને તેણે કંગનાનો અનુરાગ બાસુ સાથે પરિચય પણ કરાવ્યો ન હતો.

કંગનાની ફિલ્મ ડેટ્સનું સંચાલન શરૂ કર્યું

ટીમે લખ્યું હતું કે ‘કોઈ એજન્સી કંગનાને કામ પર રાખવા માંગતી નહોતી, કારણ કે તે લોકોના લગ્નમાં નૃત્ય કરતી નહોતી કે જ્યાં લોકો તમારા પર પૈસા નાખે, ન તો તેણે ફેર ક્રીમની જાહેરાત કરી, ત્યારબાદ રંગોલીજીએ કંગનાની ફિલ્મ ડેટ્સનું સંચાલન શરૂ કર્યું. રંગોલીને અગાઉ અંગ્રેજી પણ આવડતું ન હતું, અને તેમને આ વ્યવસાય વિશે કોઈ અનુભવ પણ ન હરો. પણ પછી રંગોલીએ એવું જ કર્યું જે એક બહેન કરે. તો જુઠ્ઠાણા ફેલાવાનું બંધ કરો.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta

સરકાર આંખો ખોલો/ વિરમગામમાં લોકોએ થાળી વેલણ વગાડવી નોંધાવ્યો વિરોધ, તંત્રના કાન સુધી માંગણી પહોંચાડવાનો કર્યો પ્રયાસ

pratik shah

નાના બાળકોને કોરોનાથી બચાવવા અપનાવો આ ઉપાયો, કોવિડ વિરુદ્ધ લડવામાં બનાવી રાખશે સુરક્ષા કવચ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!