GSTV

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Last Updated on September 19, 2021 by Vishvesh Dave

મોટેભાગે તમે સાપને મોહક બીન પર નાચતા જોયા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને બીનની ધૂન પર નાચતા જોયા છે? જી હા,તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ બીનની ધૂન પર સાપની જેમ નાચતો જોવા મળે છે. વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કુર્તા પાયજામા પહેરેલો એક માણસ બીન વગાડી રહ્યો છે અને બીજો વ્યક્તિ કપડાની દુકાનમાં ખૂબ આનંદ સાથે નાગિન ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જ્યારે દુકાનમાં અન્ય લોકો આ ડાન્સનો આનંદ લેતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.હાલ આ વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

જુઓ વીડિયો

તમને જણાવી દઈએ કે આ રમુજી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર Giedde નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં અક યુઝર્સ લખ્યુ કે,” કંઈપણ કહો, આ માણસે જબરદસ્ત નાગિન ડાન્સ કર્યો છે. જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,”ઈસે કહેતે હૈ નાગિન ડાન્સ”. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ ઈમોજી શેર કરીને રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

ALSO READ

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!