જમ્મુના નગરોટામાં બે દિવસ પહેલા થયેલી અથડામણને લઇને મોટા મોટા ખુલાસા થઇ રહ્યા છે. નગરોટામાં ઠાર મરાયેલા આતંકવાદીઓ પાછળ પાકિસ્તાનનો દોરીસંચાર હતો અને તેઓ સીધા પાકિસ્તાનમાં બેઠેલા તેમના આકાઓના સંપર્કમાં હતા. ચારે ચાર આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના હેન્ડલર્સના સંપર્કમાં હતા. તેના જીવંત પુરાવા જેવી સામગ્રી આ આતંકવાદીઓ પાસેથી મળી આવી છે. સુરક્ષા દળોએ કબ્જે કરેલી આ સામગ્રીમાં ખાસ તો પાકિસ્તાનની માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ નામની કંપનીએ બનાવેલો ડિજિટલ મોબાઇલ રેડિયો હતો જેના દ્વારા આતંકવાદીઓ પોતાના આકાઓના પ્રત્યક્ષ સંપર્કમાં હતા. આ આતંકવાદીઓ મુંબઇમાં થયેલો 26-11 જેવો મોટો આતંકવાદી હુમલો કરવા માટે આયા હતા.

મુંબઇમાં થયેલા હુમલામાં પણ આતંકવાદીઓ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકાઓના સીધા સંપર્કમાં રહ્યા હતા. જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ અને આતંકવાદી મસૂદ અઝહરનો ભાઇ નગરોટામાં ઠાર થયેલા આતંકીઓને દિશાસૂચન કરી રહ્યો હતો. આતંકવાદીઓના મૃતદેહો પાસેથી મળેલા ડિજિટલ મોબાઇલ રેડિયોમાંથી પ્રાપ્ત થયેલા સંદેશાઓ જોતાં ખ્યાલ આવ્યો છે કે પાકિસ્તાનમાંથી જે પ્રકારના આદેશો મળતા હતા એ રીતે આતંકવાદીઓ આગળ વધી રહ્યા હતા. ટ્રક માલિક ઉપરાંત આતંકવાદીઓ જેમના સંપર્કમાં હતા તેમના અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. ચારેય આતંકવાદીઓએ પાકિસ્તાનની મદદથી સરહદ ઓળંગીને ભારતમાં ઘૂસ્યા હતા. પાકિસ્તાની રેન્જર્સે શકરગઢ બોર્ડર પાસેથી તેમની ઘૂસણખોરી કરાવી હતી. ઠાર મરાયેલા તમામ આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદના સભ્યો હતા.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…