GSTV
Baroda Trending ગુજરાત

નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ

નફીસા આપઘાત

વડોદરાના ચકચારી નફીસા આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. નફીસાને આપઘાત કરવા માટે મજબૂર કરનાર તેમના પ્રેમી રમીઝ શેખની પોલીસે ધરપકડ કરી છે. આપઘાત કરતા પહેલા નફીસાએ રિવરફ્રન્ટ પર બનાવેલા વીડિયો તેમજ પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે રમીઝની ધરપકડ કરી છે.

નફીસા આપઘાત

વડોદરાના તાંદલજાના નુરજહાં પાર્કમાં રહેતી નફીસાએ 20 જૂનના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. નફીસા અને આરોપી રમીઝ શેખ વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંનેના લગ્નની તૈયારીઓ પણ ચાલતી હતી પરંતુ અંતિમ ઘડીએ રમીઝે લગ્ન કરવાની ના પાડી દેતાં નફીસા ભારે આઘાતમાં સરી ગઇ.

પ્રેમમાં દગો મળતાં નફીસાએ અગાઉ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેણે એકવાર ઝેરી દવા પીને આપઘાતની કોશિશ કરી હતી. જ્યારે બીજી વખત અમદાવાદના રિવરફ્રન્ટ પર જઈ વિડિયો બનાવી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નફીસાએ રમીઝ પર તેની જિંદગી બરબાદ કરી નાંખવાનો આક્ષેપ કર્યો હતો.

રમીઝ વિરુદ્ધ નોંધાઇ હતી ફરિયાદ

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે વીડિયો બનાવી વડોદરામાં આપઘાત કરનાર યુવતીની બહેનની ફરિયાદને આધારે પોલીસે અમદાવાદના રમીઝ નામના યુવક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે હૃદય હચમચાવી મૂકે તેઓ વિડીયો બનાવનાર વડોદરાના તાંદલજા વિસ્તારની નફીસા ખોખર નામની 25 વર્ષીય યુવતીએ ગઈ તા 20મીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

નફીશા આપઘાત

નફીસાએ બે વાર આપઘાતનો પ્રયાસ કર્યો હતો

નફીસાની બહેને પોલીસને જણાવ્યું હતું કે, વડોદરામાં નોકરી કરતા અમદાવાદના રમિઝના પ્રેમમાં પડેલી નફીસા અમદાવાદ રહેવા જતી હતી. જ્યારે તેનો પ્રેમી પણ વડોદરા રહેવા આવતો હતો. નફીસા એ તાંદલજા નુરજહાં પાર્કમાં એક મકાન ભાડે રાખ્યું હતું. રમિઝે લગ્નનો ઇનકાર કરતા 4 મહિના પહેલા નફીસાએ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે નદીમાં કૂદીને પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આમ રમીઝ જાણતો હતો કે નફીસા તેના વગર રહી શકે તેમ નથી.

આંખમાં આંસુ સાથે નફીસાએ કહ્યું, હું ના ઘરની ઘાટની રહી

નફીસાએ આપઘાત પહેલા આંખમાં આંસુ સાથે એક વિડીયો બનાવ્યો હોવાની વિગતો બહાર આવી હતી અને આ વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં નફીસાએ રમિઝને ઉદેશીને કહ્યું હતું કે, તે લગ્નની ના પાડતા હવે હું ક્યાંય ની ના રહું તેવી સ્થિતિ સર્જાઈ છે.

નફીસા એ રમિઝ ને ઉલ્લેખીને એમ પણ કહ્યું હતું કે, તું લગ્ન નહીં કરે તો હવે હું દુનિયાને શું મોઢું બતાવીશ, તે મારી સાથે બહુ ખોટું કર્યું છે.. મારી સ્થિતિ ન ઘરની ન ઘાટની છે. હું તને બધાથી અલગ માનતી હતી પરંતુ તું બધા જેવો જ નીકળ્યો અને મારી સાથે ધોકો કર્યો.

નફીશાની બહેન સુલતાના

રમિઝના પરિવારજનોની પૂછપરછ બાદ મોડી રાતે ગુનો નોંધ્યો

નફીસા કરેલા આપઘાત અંગે તેના પરિવારજનોએ રમિઝ સામે કાર્યવાહી કરવા માંગણી કરતા જેપી રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ ગઈ મોડી રાતે રમિઝના માતા પિતા તેમજ ભાઈની પૂછપરછ કરી હતી. આખરે પોલીસે નફીસાની બહેનની ફરિયાદને આધારે અમદાવાદ દાણીલીમડા ખાતે રહેતા રમિઝ એહમદભાઈ શેખ સામે નફીસાને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવા બદલ ગુનો નોંધ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે

GSTV Web Desk

મિશન 2022 / ગુજરાતમાં દરેક બાળકને ફ્રી અને સારુ શિક્ષણ આપીશું, જન્મદિવસે કેજરીવાલની વધુ એક ગેરન્ટી

Hardik Hingu

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

GSTV Web Desk
GSTV