GSTV
Baroda ગુજરાત ટોપ સ્ટોરી

રિવરફ્રન્ટ પર નફીસાનો છેલ્લો વીડિયો! જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ, વડોદરામાં કરી આત્મહત્યા

અમદાવાદના રિવરફ્રન્ટ પર વડોદરાની પીડિતાએ અંતિમ વીડિયો ઉતારીને વડોદરામાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ પહેલા રિવરફ્ન્ટ પર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પણ ત્યાં વ્યથા ઠાલવતો વીડિયો ઉતાર્યો હતો ત્યાર પછી વડોદરા પરત ફરીને આપઘાત કરી લેતા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 25 ફેબ્રુઆરી 2021ના રોજ આઈશા નામની યુવતિએ પોતાના પતિથી ત્રાસીને રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આવીજ એક ઘટના ફરીથી બનતા ચકચાર મચી છે. મળતા અહેવાલ પ્રમાણે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વસવાટ કરતી નફીસા ખોખરને અમદાવાદના શેખ રમીઝ નામના યુવાન સાથે પ્રેમ થયો હતો. યુવાને પ્રેમમાં દગો કરતા યુવતીને માઠું લાગી આવતા તેણે અણધાર્યું પગલું ભર્યું હતું. આ પહેલા તેણે પોતાની હૈયાવરાળ સોશિયલ મીડિયમના માધ્યમ દ્વારા ઠાલવી હતી, અને વીડિયો બનાવ્યો હતો.

વીડિયોમાં યુવતિ બોલે છે તેણે બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો પણ નિષ્ફળ ગઈ હતી. વીડિયોમાં ઉલ્લેખ કર્યો છે કે રમીઝ તુમને મેરે સાથ બહુચ બુરા કિયા હે, મતલબ બહુત બુરા કિયા હે, શાદી મામલે હા કહેતે રહે ઓર મુજે વટાકે રહે, આયે હી નહીં, એ તો ગલત હે ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગીમે મેને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા, ઓર તુમને યે કિયા મેરે સાથ. મુઝે ઇતના બડા ધોકા દિયા. મુઝે લગા તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તમમે ઔર સબમેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુજે નહીં આતા સમજ મે. તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તમ્હે પરસો દેખાથા વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર.નફીસાએ અમદાવાદના રિવરફ્રન્ટ પર વીડિયો બનાવ્યો અને વડોદરા ઘર પર આત્મહત્યા કરી લીધી હતી. કિતની બુરી હાલત કરદી હૈ. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા… મેં ક્યા બોલું.

સમગ્ર મામલે પોલીસે ફરીયાદ દાખલ કરી છે

અમદાવાદની આયેશા નામની યુવતીએ આત્મહત્યા કરતા પહેલા બનાવેલો એક વીડિયો રાષ્ટ્રીય સ્તરે વાયરલ થયો હતો. જો કે યુવતીએ આત્મહત્યા કરી લેતા તેના પતિ પર સમગ્ર દેશમાંથી ફિટકાર વરસાવવા લાગ્યો હતો. મામલો એટલો હાઇપ્રોફાઇલ બન્યો હતો કે, પોલીસ પર તેના પતિને ઝડપી લેવા માટે ખુબ જ દબાણ થયું હતું. આખરે પોલીસે તેના પતિને ઝડપી લીધો હતો.

અંદાજીત ચાર વાગ્યાની આસપાસ આયશાએ તેના પિતાને કોલ કર્યો અને જણાવ્યું કે તમે જમ્યા કે નહીં, અને ખબર અંતર પૂછ્યા હતા. પછી આયશાએ તેના પતિ આરીફને કોલ કર્યો હતો. આયશાએ જણાવ્યું કે આરીફ મને લઈ જવા ઈચ્છતો નથી, હું આત્મહત્યા કરી લઈશ તેવું જણાવતા આરીફે કહ્યું તારે મરવું હોય મર પણ મને વીડિયો મોકલજે.

READ ALSO

Related posts

મહારાષ્ટ્ર સત્તા સંગ્રામ / રાજકીય ઘમાસાણ વચ્ચે આદિત્ય ઠાકરેનું નિવેદન, ‘હમ શરીફ ક્યાં હુએ પૂરી દુનિયા બદમાશ હો ગઈ’

Hardik Hingu

વર્લ્ડ રેકોર્ડ / સળંગ 10 કલાક સુધી 105થી વધુ ગીતો ગાયા, અમદાવાદની આ સંસ્થાએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

Zainul Ansari

સુરત / પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ આપ પાર્ટીને આપી ચીમકી, જાણો સમગ્ર મામલો

Zainul Ansari
GSTV