GSTV
Home » News » મગફળી બાદ તુવેરની ખરીદીમાં પણ નાફેડની બેદરકારી, ગોડાઉનમાં તુવેરની આ હાલત છે

મગફળી બાદ તુવેરની ખરીદીમાં પણ નાફેડની બેદરકારી, ગોડાઉનમાં તુવેરની આ હાલત છે

મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ નાફેડની બેદરકારી સામે આવી છે. બોડેલીના એપીએમસી ગોડાઉનમાં મુકાયેલી તુવેર સડી ગયાની આશંકા સેવવામાં આવી રહી છે. ગુજરાત વેરહાઉસ કોર્પોરેશને બોડેલી APMC પાસે ચાર ગોડાઉન ભાડે રાખ્યા છે. નાફેડ દ્વારા ખરીદવામાં આવેલી તુવેર એપીએમસીના આ ગોડાઉનમાં મુકવામાં આવી છે.

પરંતુ ગોડાઉનમાં રખાયેલી તુવેર જાળવણીના અભાવે સડી ગયાની આશંકા સેવાય છે. ગોડાઉનમાં બે હજાર ટનનો જથ્થો હોવાનું અનુમાન છે. આશરે 62 હજાર બોરી તુવેર સંગ્રહ કરવામાં આવી છે. જે ખેડૂતો પાસેથી 5500 ના ભાવે નાફેડ દ્વારા ખરીદવામાં આવી હતી.. બનાવની જાણ થતા બોડેલી પ્રાંત અધિકારીએ સ્થળ મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે.

Related posts

ભારતનાં દોસ્તને પોતાની તરફ ખેંચી રહ્યુ છે પાકિસ્તાન, વર્લ્ડ બેંક સાથે કરી આ ડીલ

Mansi Patel

સુરતમાં ભણતરમાં સ્કોલર અને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ છાત્રને નથી મળી સરકારી નોકરી, છે આ ઉપાધી કારણ

Nilesh Jethva

વિદ્યાર્થીઓ ભરેલી બસ સ્કૂલના બદલે પહોંચી પોલીસ સ્ટેશને, ડ્રાઈવર દારૂ પી ને…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!