GSTV
Home » News » થિયમને હરાવીને નડાલે રેકોર્ડ 12મી વખત ફ્રેન્ચ ઓપન જીતી ઈતિહાસ રચ્યો

થિયમને હરાવીને નડાલે રેકોર્ડ 12મી વખત ફ્રેન્ચ ઓપન જીતી ઈતિહાસ રચ્યો

ક્લે કોર્ટ કિંગ તરીકેની ઓળખ ધરાવતા સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલે ૬-૩, ૫-૭, ૬-૧, ૬-૧થી ઓસ્ટ્રિયાના ડોમિનિક થિયમને હરાવીને કારકિર્દીમાં રેકોર્ડ ૧૨મી વખત ફ્રેન્ચ ઓપન ચેમ્પિયનશીપ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. નડાલ આ સાથે ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનશીપના ઓલ ટાઈમ ઈતિહાસનો સૌથી સફળ સિંગલ્સ પ્લેયર બની ગયો છે.

 તેણે એક જ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ચેમ્પિયનશીપ ૧૨મી વખત જીતીને ઓસ્ટ્રેલિયાના લેજન્ડરની મહિલા ખેલાડી માર્ગારેટ કોર્ટનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. માર્ગારેટ કોર્ટ ૧૧ વખત ઓસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ ટાઈટલ જીત્યા હતા અને અત્યાર સુધી મેન્સ કે વિમેન્સ સિંગલ્સ ટેનિસમાં એક જ ગ્રાન્ડ સ્લેમ ઈવેન્ટ સૌથી વધુ વખત જીતવાનો રેકોર્ડ તેમના અને નડાલના નામે સંયુક્તપણે હતો.

૩૩ વર્ષીય નડાલે સતત બીજા વર્ષે ફાઈનલમાં ૨૫ વર્ષના થિયમને હરાવીને ક્લે કોર્ટ પર પોતાની સર્વોપરિતા જાળવી રાખી હતી. આ સાથે સ્પેનિશ સ્ટારે કારકિર્દીનું ૧૮મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પોતાના નામે કર્યું હતુ અને હવે તે સૌથી વધુ ૨૦ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ચેમ્પિયનશીપ જીતવાના ફેડરરના રેકોર્ડથી માત્ર બે જ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ પાછળ છે. નડાલે ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડ સ્લેમ ખાતે કારકિર્દીની ૯૩મી મેચ જીતી હતી અને તે અંહી માત્ર બે જ મેચ હાર્યો છે.

આજે રમાયેલી ફાઈનલમાં નડાલે પ્રથમ સેટ જીત્યા બાદ થિયમે બીજા સેટમાં જોરદાર સંઘર્ષ કરતાં વિજય મેળવ્યો હતો. જોકે ત્યાર બાદ નડાલે ત્રીજો અને ચોથો સેટ જીતીને ત્રણ કલાક અને એક મિનિટના સંઘર્ષ બાદ ઐતિહાસિક ટાઈટલ હાંસલ કર્યું હતુ.

નડાલની આ સફળતા એટલા માટે પણ મહત્વની છે કારણ કે ચાલુ વર્ષે ક્લે કોર્ટ સિઝનમાં તે મોન્ટે કાર્લો, બાર્સેલોના અને મેડ્રિડ માસ્ટર્સ જેવી તેના પ્રભુત્વવાળી ટુર્નામેન્ટ્સની સેમિ ફાઈનલમાં જ હારીને બહાર ફેંકાયો હતો. જોકે ફ્રેન્ચ ઓપન અગાઉ ઈટાલીયન ઓપન જીતીને તેણે આત્મવિશ્વાસ મેળવ્યો હતો. નડાલે આ સાથે ક્લે કોર્ટ સિઝનમાં થિયમ સામે પ્રથમ વિજય મેળવ્યો હતો. થિયમ નડાલને બાર્સેલોના ઓપનની સેમિ ફાઈનલમાં હરાવી ચૂક્યો હતો. 

સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઈટલ્સ

ક્રમખેલાડી (દેશ)ટાઈટલ
૧.ફેડરર(સ્વિત્ઝર્લેન્ડ)૨૦
૨.નડાલ(સ્પેન)૧૮
૩.યોકોવિચ (સર્બિયા)૧૫
૪.સામ્પ્રાસ (અમેરિકા)૧૪
૫.ઈમરસન (ઓસી.)૧૨

નડાલના 12 ફ્રેન્ચ ઓપન ટાઈટલ્સ ફાઈનલમાં ક્યારેય હાર્યો નથી 

વર્ષફાઈનલીસ્ટ
૨૦૦૫પ્યુએર્ટા (આર્જેન્ટીના)
૨૦૦૬ફેડરર (સ્વિત્ઝર્લેન્ડ)
૨૦૦૭ફેડરર (સ્વિત્ઝર્લેન્ડ)
૨૦૦૮ફેડરર (સ્વિત્ઝર્લેન્ડ)
૨૦૧૦સોડરલિંગ (સ્વિડન)
૨૦૧૧ફેડરર (સ્વિત્ઝર્લેન્ડ)
૨૦૧૨યોકોવિચ (સર્બિયા)
૨૦૧૩ફેરર (સ્પેન)
૨૦૧૪યોકોવિચ (સર્બિયા)
૨૦૧૭વાવરિન્કા (સ્વિત્ઝર્લેન્ડ)
૨૦૧૮થિયમ (ઓસ્ટ્રિયા)
૨૦૧૯થિયમ (ઓસ્ટ્રિયા)

નડાલ આ ઉપરાંત ૨૦૦૯માં ઓસ્ટ્રેલિયન ઓપન, ૨૦૦૮ અને ૨૦૧૦માં વિમ્બલ્ડન અને ૨૦૧૦,૨૦૧૩ અને ૨૦૧૭માં યુએસ ઓપન જીત્યો છે.

READ ALSO

Related posts

વિષમ પરિસ્થિતિમાં પણ ડ્રેગનફ્રૂટનું નસીબ અને બુદ્ધિના સમન્વયથી ઉત્પાદન લેતા ગોળીયા ગામના ખેડૂત

Mayur

ગુજરાતની આ જગ્યાએ વરસાદ ન પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી

Mayur

ભારે વરસાદથી આવક ઘટતા શાકભાજીના ભાવો વધ્યાં

Arohi
Do NOT follow this link or you will be banned from the site!