GSTV

ATP કપમાં નડાલે સ્પેનને જ્યોર્જિયા સામે જીતાડયું, એન્ડરસન સામે યોકોવિચનો વિજય

Last Updated on January 5, 2020 by Mayur

એટીપી કપમાં વર્લ્ડ નંબર વન સ્પેનિશ ટેનિસ સ્ટાર નડાલ અને બીજો ક્રમાંક ધરાવતો સર્બિયન સ્ટાર યોકોવિચ પોતપોતાના દેશો તરફથી ઉતર્યા હતા અને વિજેતા બન્યા હતા. પર્થમાં રમાયેલી ગૂ્રપ-બીની લીગ મેચમાં સ્પેને ૩-૦થી જ્યોર્જિયાને હરાવ્યું હતુ. જ્યારે બ્રિસબૅનમાં રમાયેલી ગૂ્રપ-એની લીગ મેચમાં સર્બિયાએ૩-૦થી સાઉથ આફ્રિકા સામે વિજય મેળવ્યો હતો.આગટે ૬-૦, ૬-૦થી મેટ્રોવેલિને અને નડાલે ૬-૩, ૭-૫થી બાસિલાશ્વિલીને હરાવીને સ્પેનને જ્યોર્જિયા સામે ૨-૦થી સરસાઈ અપાવી હતી. આ પછી બુસ્ટા-લોપેઝની જોડીએ ૬-૩, ૬-૪થી બાક્સી અને સિવાડેઝ સામેના વિજય સાથે ટીમને ૩-૦થી જીતાડી હતી.

સર્બિયાને લાજોવિચે ૩-૬, ૭-૬ (૭-૪), ૬-૩થી હેરિસ સામેના વિજય સાથે શરૂઆત અપાવી હતી. આ પછી યોકોવિચે તેના કટ્ટર હરિફ એવા એન્ડરસનને ૭-૬ (૭-૫), ૭-૬ (૮-૬)થી પરાસ્ત કર્યો હતો. કાસીચ અને ટ્રોઈસ્કીએ ૬-૩, ૬-૨થી ક્લાસેન અને રોલેફ્સેને મહાત કરતાં સર્બિયાએ ૩-૦થી સાઉથ આફ્રિકાને પરાસ્ત કર્યું હતુ.

સીડનીમાં રમાયેલી ગૂ્રપ-ઈની લીગ મેચમાં ક્રોએશિયાએ ૩-૦થી ઓસ્ટ્રિયાને હરાવીને અપસેટ સર્જ્યો હતો. સિલીચે ડેનિસ નોવાકને ૬-૭ (૪-૭), ૬-૪ ,૬-૪થી, કોરિકે થિયમને ૭-૬ (૭-૪), ૨-૬, ૬-૩થી અને ડોડીગ-મેક્ટિચે ૭-૬ (૭-૪), ૬-૨થી મારાચ-મેલ્ઝારને હરાવીને ક્રોએશિયાને આસાન જીત અપાવી હતી.

સીડનીમાં જ રમાયેલી અન્ય એક ગૂ્રપ-ઈની મેચમાં આર્જેન્ટીનાએ ૨-૧થી પોલેન્ડને હરાવ્યું હતુ. પેલ્લાએ માચર્ઝાકને ૬-૨,૨-૬, ૬-૨થી હરાવ્યો હતો. જ્યારે હર્કાઝે સ્વાર્ટઝમેનને ૪-૬, ૬-૨, ૬-૩થી હરાવીને મેચને ૧-૧થી બરોબરી પર લાવી દીધી હતી. આખરે ગોન્ઝાલેઝ-મોર્ટેનીએ ૬-૨, ૬-૪થી હર્કાઝ-કોબુટને હરાવીને આર્જેન્ટીનાને જીતાડયું હતુ.

બ્રિસબૅનમાં રમાયેલી ગૂ્રપ-એની મેચમાં પાયરે અને મોન્ફિલ્સના વિજયને સહારે ફ્રાંસ ૨-૧થી ચિલી સામે જીત્યું હતુ. પાયરેએ ૬-૭ (૩-૭), ૬-૩, ૬-૩થી નિકોલસ જેરીને અને મોન્ફિલ્સે ૬-૩, ૭-૫ થી ક્રિસ્ટીન ગારિનને હરાવ્યા હતા. જોકે ગારિન-જેરીએ ડબલ્સમાં માહુત-રોજર વેસેલિનને ૭-૫, ૬-૨થી હરાવ્યા હતા.

આજના મુકાબલા

બલ્ગેરિયા વિ. મોલ્ડોવાસીડની
બેલ્જીયમ વિ. બ્રિટસીડની
ઈટાલી વિ. નોર્વેપર્થ
રશિયા વિ. અમેરિકાપર્થ
કેનેડા વિ. ઓસ્ટ્રેલિયાબ્રિસબૅન
જર્મની વિ. ગ્રીસબ્રિસબૅન

READ ALSO

Related posts

અમદાવાદ / મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો થતા મ્યુનિસિપલ તંત્ર એક્શનમાં, સ્વચ્છતા ન જળવાતા એકમોને નોટિસ

Zainul Ansari

અમદાવાદ બગોદરા-સરખેજ હાઇવે બન્યો મગરનીપીઠ જેવો, વાહનચાલકોની હાલત બની અત્યંત કફોડી

pratik shah

કિર્લોસ્કર બ્રધર્સમાં પારિવારિક વિવાદ વધ્યો, કિર્લોસ્કર એક પ્રતિષ્ઠિત બ્રાંડ, દેશ-વિદેશમાં સ્થાપિત છે 14થી વધુ પ્લાન્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!