ટેલિવિઝન સ્ટાર કપલ અને ‘યે હૈ મોહબ્બતે’ના એક્ટર્સ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે 8’નું ટાઇટલ જીતી લીધું છે. આ વિનર્સની જોડીએ સનાયા ઇરાની- મોહિત સહગલ અને અબિગેલ પાંડે સનમ ઝૌહરની જોડીને ગ્રાન્ડ ફિનાલેમાં પાછળ પાડ્યા છે.
ટ્રોફી સિવાય વિનર્સને 35 લાખ રૂપિયા, એક હીરો માઇસ્ટ્રો સ્કૂટર અને જ્વેલરી જેવી પ્રાઇસ આપવામાં આવી છએ. આ પહેલી વખત એક હીરો મેસ્ટ્રો અને જ્વેલરી આપવામાં આવી. આ પહેલી વખત બન્યુ જ્યારે ઓડિયન્સે દિવ્યાંકાને ડાન્સ ફ્લોર પર જોઇ અને તેને ટીવી સીરિયલની જેમજ અહીંયા પોતાનાં ફેન્સને નિરાશ ન કર્યાં.
દિવ્યાંકા અને વિવેકની કેમેસ્ટ્રી ખૂબ જ સારી હતી. શરૂઆતના પરફૉર્મન્સમાં નોર્મલ શરૂઆત કરનાર આ જોડી દરેક એપિસોડમાં પોતાની પરફૉર્મન્સ સુધારી હતી અને ટાઇટલ જીતી લીધું હતુ. દિવ્યાંકાના ફેન ફૉલોઇંગ તેની જીત પાછળનું કારણ છે. આ કપલ રિયાલિટી શો પહેલાથી પોપ્યુલર છે. ‘નચ બલિયે 8’ની શરૂઆત એપ્રિલમાં થઇ હતી. આ ડાન્સ રિયાલિટી શોમાં 10 સેલિબ્રિટી ડાન્સ કપલ્સે ભાગ લીધો હતો અને પોતાની ડાન્સ સ્ક્રીલ્સથી લોકોને એન્ટરટેઇન કર્યા હતા.