GSTV

કોરોનાના કારણે આ ફેમસ ટીવી શો મુલતવી, 2021માં થશે ટેલિકાસ્ટ

શો

સેલિબ્રીટી ડાન્સ શો નચ બલિયે અંગે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નચ બલિયેની દસમી સિઝન હવે આવતા વર્ષ સુધી મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત કરણ જોહર આ શોને પ્રોડ્યુસ નહી કરે તેવી વાત પણ સામે આવી છે.એક અહેવાલ મુજબ ચેનલે કમ સે કમ આગામી છ મહિના માટે નચ બલિયેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને કારણે સેટ પર યોગ્ય જોડીનું આવવું મુશ્કેલ છે. જજ અને ક્રૂના સદસ્યો પણ એક સાથે સ્ટેજ પર કે શોમાં આવે તે આસાન બાબત નથી. એવામાં બની શકે છે કે આ શોને આવતા વર્ષ સુધી મુલતવી રાખવામાં આવે.

કરણ જોહર શૉ નહી કરે પ્રોડ્યુસ

એમ પણ કહેવાય છે કે કરણ જોહર આ વખતે આ શોને પ્રોડ્યુસ નહીં કરે. હવે આ સમાચારમાં સત્યતા કેટલી છે તે તો આવનારો સમય જ કહેશે પરંતુ આ શોની આતુરતાપૂર્વર રાહ જોઈ રહેલા હજારો ફેન્સ માટે તો આ સમાચાર નિરાશાજનક જ છે.

અગાઉ એવી અટકળ થતી હતી કે નચ બલિયે સપ્ટેમ્બરમાં શરૂ થશે. આ શો ની ટક્કર સલમાન ખાનના બિગ બોસ 14 અને આઇપીએલ ટી20 સાથે થઈ શકે તેમ હતું. આમ થાય તો શોની ટીઆરપી પર પણ માઠી અસર પડી શકે તેવું જોખમ હતું. શોને જજ કરવા માટે બિપાશા બાસુ, ડેવિડ ધવન અને વૈભવી મર્ચન્ટનો એપ્રોચ કરાયો હોવાની પણ અટકળો થતી હતી.

Read Also

Related posts

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel

શ્રમ કાયદામાં સુધારા બિલને સંસદમાં મળી મંજૂરી, મોદીએ કહ્યું- વિકાસ આગળ વધશે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!