GSTV

નોકરી.. નોકરી…/ આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજર પદ પર બમ્બર ભર્તીઃ નાબાર્ડ દ્વારા ખોલાયો નોકરીનો પટારો, તમે પણ એક વખત ચેક કરી લો

ભારત

Last Updated on July 17, 2021 by Harshad Patel

નાબાર્ડ એપ્લિકેશન 2021: નાબાર્ડ આસીસ્ટન્ટ મેનેજર ભરતી માટેની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) એ ગ્રામીણ વિકાસ બેન્કિંગ સેવાઓ, રાજભાષા સર્વિસિસ, પ્રોટોકોલ એન્ડ સિક્યોરિટી સર્વિસીસ અને ડેવલોપિંગ બેંકિંગ સર્વિસમાં આસિસ્ટન્ટ મેનેજર અને મેનેજરના પદ માટે ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. જેના દ્વારા ગ્રેડ એ અને બીની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

નાબાર્ડ દ્વારા ભરતી માટેની વિગતો

સહાયક મેનેજર (ગ્રામીણ વિકાસ બેંકિંગ સેવાઓ) – 148 પોસ્ટ્સ
સહાયક મેનેજર (રાજભાષા સેવાઓ) – 5 પોસ્ટ્સ
સહાયક મેનેજર (પ્રોટોકોલ અને સુરક્ષા સેવાઓ) – 2 પોસ્ટ્સ
મેનેજર (વિકાસલક્ષી બેંકિંગ સેવાઓ) – 7 પોસ્ટ્સ

આ રીતે આપી શકો છો અરજીપત્રક

નાબાર્ડ મદદનીશ મેનેજર અને મેનેજર ભરતી 2021 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો શનિવાર, 17 જુલાઈ 2021 થી સત્તાવાર વેબસાઇટ nabard.org  પર જઈને અરજી કરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓગસ્ટ 2021 છે.

અરજી કરવાની યોગ્યતા

મદદનીશ મેનેજર (ગ્રેડ એ) અને મેનેજર (ગ્રેડ બી) ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોએ યુનિવર્સિટી અથવા અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થામાંથી ઓછામાં ઓછી 60 ટકા ગુણ સાથે સ્નાતકની પદવી (ગ્રેજ્યુએશન) અથવા ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે પીજી ડીગ્રી થયેલ હોવા જોઈએ.

ઉંમર મર્યાદા કરાઈ છે નક્કી

આ પદ માટે ઉમેદવારી કરનારા ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ માહિતી માટે ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જારી કરેલી તમામ સૂચનાઓને એક વખત ચેક કરી લેવી.

પસંદગી પ્રક્રિયાઃ ઉમેદવારોની પસંદગી પ્રિલીમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ nabard.org ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

PhonePe વાપરતા ગ્રાહકો માટે મોટો ઝટકો/ 50 રૂપિયાથી વધારેના મોબાઈલ રિચાર્જ પર ચુકવવો પડશે ચાર્જ, પ્રોસેસિંગના નામે લેવાશે ફી

Pravin Makwana

મોંઘવારીનો માર/ 14 વર્ષ બાદ માચિસની ડબ્બીનો ભાવ વધશે, 1 રૂપિયે મળતી ડબ્બીના હવે 2 રૂપિયા લેશે, બંડલનો ભાવ પણ વધશે

Pravin Makwana

Health/ ભેળસેળ વાળી ચા પીવાથી ખરાબ થઇ શકે છે તમારું સ્વાસ્થ્ય, આ રીતે કરો ઓળખ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!