ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ તાજેતરમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે બ્લેક બિકીનીમાં પુલમાં એન્જોય કરી રહી છે. પાણીમાં કરિશ્માનો હૉટ અંદાજ જોઇને ધબકારો ચુકી જશો.
તસવીરો શેર કરવાની સાથે કરિશ્માએ લખ્યું Aqua-Holic Splash Splash!! કરિશ્માના આ લુકને એકબાજુ લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે તો બીજી બાજુ કેટલાંક યુઝર્સ કરિશ્માના આ અવતાર પર ભડકી રહ્યાં છે.
એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે હકીકતમાં આ બૉડી દેખાડવાનો સાચો સમય છે. જ્યાં આપણો દેશ પુલવામા જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે શહીદોના પરિવાર સાથે ઉભા છે.
બિગબૉસ બાદ કરિશ્મા તન્નાના સિતારાઓ બુલંદી પર છે. તે ટીવી અને ફિલ્મો બંનેમાં કામ કરી રહી છે. કયામત કી રાત પહેલાં કરિશ્મા નાગિન-3માં જોવા મળી હતી. તે સંજય દત્તની બાયોપિક સંજૂમાં પણ નાનકડી ભુમિકામાં જોવા મળી હતી.
કરિશ્માના ફેન્સ માટે એક ગુડ ન્યૂઝ પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસ નાગિન-3માં વાપસી કરી રહી છે. આ ખબરને એક્ટ્રેસે પણ કન્ફર્મ કરી છે.
જણાવી દઇએ કે કરિશ્મા અનેક ટીવી શૉઝમાં કામ કરી ચુકી છે. તેણે પોતાનું કરિયર આઇકોનિક ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ દ્વારા શરૂ કર્યુ હતુ. તે બાદ કરિશ્મા બિગબૉસ 8માં જોવા મળી હતી.
આ શૉમાં કરિશ્માનું ઉપેન પટેલ સાથે અફેર શરૂ થયું હતુ. પરંતુ શૉ પૂરો થતાં જ આ બંનેના રિલેશનશીપ પર પણ પૂર્ણવિરામ આવી ગયો હતો.