બિગબોસ, નાગિન ફેમ એક્ટ્રેસ તેમજ ખતરો કે ખિલાડી અને ઘણી બધી ફિલ્મના આઈટમ સોન્ગમાં કામ કરી ચુકેલી એકટ્રેસ મહેક ચહલની તબિયત થોડા દિવસથી ખરાબ છે. તેથી તેને કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. મહેક ચહલ લગભગ 3-4 દિવસ સુધી ICUમાં વેન્ટીલેટર પર હતી.

મહેકે તેમની તબિયત વિશે અપડેટ આપતા ફેન્સને કહ્યું કે,’મને ન્યુમોનિયા થયો છે. સ્વાસ્થય વધુ બગડતા મને 3-4 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. 2 જાન્યુઆરીના દિવસે હું અચાનક પડી ગઈ હતી જેથી, છેલ્લા આઠ દિવસથી હોસ્પિટલમાં દાખલ છું.

હાલ મને જનરલ વોર્ડમાં રાખવામાં આવી છે અને મારા સ્વાસ્થ્યમાં સુધારો છે પરંતુ હજુ પણ મારુ ઑક્સીજન લેવલ ઉપર -નીચે થઈ રહ્યું છે અને મારા ફેફસાં પર પણ અસર થઈ હોવાથી મને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો નથી.’ મહેકના સ્વાસ્થ્ય અંગે આવી જાણકારી મેળવ્યા બાદ તેના ફેન્સ તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.
READ ALSO
- SCOની બેઠકમાં ખોટો નકશો લઈને આવ્યું પાકિસ્તાન, ભારતે કહ્યું ‘નકશો સુધારો, નહીં તો દૂર રહો’
- તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી
- લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ
- Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી
- ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?